મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

દેશના બંધારણ તેમજ લોકશાહી પર ખતરો છે : ફાધર ફિલિપ નેરી

દિલ્હી બાદ હવે ગોવા અને દમણના આર્ક બિશપ ફાધર ફિલિપ નેરી ફેરાઓએ સ્ફોટક નિવેદન કર્યું

પણજી તા. ૫ : દિલ્હી બાદ હવે ગોવા અને દમણના આર્ક બિશપ ફાધર ફિલિપ નેરી ફેરાઓએ સ્ફોટક નિવેદનમાં જણાવ્યું છે કે દેશનું બંધારણ અને લોકશાહી ખતરામાં છે, તેના કારણે લોકો પણ સતત અસુરક્ષા અનુભવી રહ્યા છે.

ખ્રિસ્તી સમુદાયને લખેલા પત્રમાં ફાધરે જણાવ્યું છે કે બંધારણને બરાબર સમજવાની જરૂર છે, કારણ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આર્ક બિશપે એમ પણ જણાવ્યું હતું કે માનવાધિકારો પર પ્રહાર થઈ રહ્યા છે અને લોકશાહી ખતરામાં છે. તેમણે પહેલી જૂનથી પાદરી વર્ષના આરંભ નિમિત્ત્।ે જારી કરેલા પત્રમાં ગોવા અને દમણ વિસ્તારના ખ્રિસ્તી સમુદાયના લોકોને સંબોધતાં આવો પત્ર પાઠવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં જ દિલ્હીના આર્ક બિશપ અનિલ કુટોએ પણ આવો જ એક પત્ર લખ્યો હતો, જેના કારણે રાજકીય વિવાદ ઊભો થયો હતો. આ પત્રમાં અશાંત રાજકારણવાળા વાતાવરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના કારણે લોકશાહી પર ખતરો ઊભો થાય તેમ છે તેમ જણાવી તેમણે તમામ પાદરીઓને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં દેશ માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

દિલ્હીના આર્ક બિશપ અનિલ કુટોએ કરેલી અપીલ બાદ હવે ગોવા અને દમણના આર્ક બિશપ ફાધર ફિલિપ નેરી ફેરાઓના સ્ફોટક નિવેદનના કારણે હાલ આ મામલે નવો વિવાદ ઊભો થયો છે, જેમાં તેમણે દેશનું બંધારણ અને લોકશાહી ખતરામાં છે.(૨૧.૨૯)

(3:47 pm IST)