મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

બેથી વધુ બાળકો પેદા કરનારી મહિલાઓને હાર્ટ-એટેકનો ખતરો ૩૦ ટકા વધુ

નવી દિલ્હી તા.૫: મહિલાએ કેટલા સંતાન પેદા કર્યા છે. એના આધારે તેના પર હાર્ટ-એટેકનું જોખમ કેટલુ છે એ પણ કહી શકાય છે એવું બ્રિટનના નિષ્ણાંતોનું કહેવું છે. અભ્યાસકર્તાઓની વાત માનીએ તો જે મહિલાઓએ બે કે તેથી વધુ બાળકોને જન્મ આપ્યો હોય તેમને ભવિષ્યમાં હાર્ટ-એટેક આવવાની સંભાવના અન્ય મહિલાઓ કરતાં ૪૦ ટકા જેટલી વધી જાય છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જણાવાયું છે કે પાંચ કે એથી વધુ બાળકોની ડિલીવરી થઇ હોય એવી મહિલાઓ પર હાર્ટના રોગોનું રિસ્ક સોૈથી વધુ ૪૦ ટકા જેટલું હોય છે. એવું જોવા મળ્યું છે કે મહિલા પ્રેગનન્ટ થાય ત્યારે નવ મહિના દરમ્યાન હાર્ટને વધુ કામ કરવું પડે છે. જયારે બાળકની ડીલીવરી થવાની હોય ત્યારે પણ હ્યદય પર ખુબ લોડ આવે છે. વાત માત્ર પ્રેગનન્સી અને ડિલીવરીના સમય સુધીજ સીમિત નથી. વધુ બાળકો ધરાવતી મહિલાઓને સામાજિક અને પારિવારીક જવાબદારીઓ પણ વધુ ઉઠાવવી પડતી હોવાથી તેઓ પોતાના શરરી પ્રત્યે બિલકુલ ધ્યાન નથી આપી શકતી. બેથી વધુ બાળકો ધરાવતી મમ્મીઓને હ્રદયરોગનો હુમલો આવે એનું જોખમ ૩૦ ટકા જેટલું હોય છે. એ ઉપરાંત સ્ટ્રોક અને હાર્ટ-ફેલ્યરની સંભાવના પણ ૧૭ ટકા જેટલી વધે છે. મહિલાઓ પરના આ ખતરાનું નિવારણ બ્રેસ્ટ-ફિડીંગથી થઇ શકે છે. એવું થોડાક સમય પહેલાં મેન્ચેસ્ટરમાં થયેલા અભ્યાસમાં તારવાયું હતું.

(3:36 pm IST)