મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

રશિયાથી મોકલાયેલી કુદરતી ગેસની પહેલી ખેપ ભારત પહોંચી : દહેજ પોર્ટ પર મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું રિસીવ

રશિયાથી મોકલાયેલા કુદરતી ગેસની પહેલી ખેપ ભારત  પહોંચી છે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રશિયન જહાજ ખાતે પહોંચી ગુજરાતના દહેજ પોર્ટ પર તેને રિસીવ કર્યું છે.

  ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ છે કે ઊર્જા લક્ષ્યને પ્રાપ્ત કરવાની દ્રષ્ટિએ આ ભારત માટે સ્વર્ણિમ દિવસ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ છે કે મોદી સરકાર દેશને ગેસ આધારીત અર્થવ્યવસ્થા તરફ લઈ જવાની દિશામાં આગલ વધી રહી છે.

  તેમણે કહ્યુ છે કે ભારત સરકારે સૌથી પહેલા કતરથી આવનારા એલએનજીના ભાવને લઈને નવેસરથી વાતચીત કરી છે. બાદમાં ઓસ્ટ્રેલિયાની આપૂર્તિ પર કામ કર્યું અને હવે રશિયાની નવી શરતો હેઠળ એલએનજીની આપૂર્તિ શરૂ થઈ છે.

  પેટ્રોલિયમ પ્રધાને ક્હ્યુ છેકે ભારત વીસ વર્ષમાં રશિયાથી લગભગ પચ્ચીસ અબજ ડોલરના એલએનજીની આયાત કરે છે. તેમણે કહ્યુ છે કે ગેજપ્રોમના એલએનજીના ભાવ ઘણાં પ્રતિસ્પર્ધાત્મક દર પર ઉપલબ્ધ છે. ચાર વર્ષ પહેલા ભારત માત્ર કતરથી જ એલએનજીની આયાત કરી રહ્યું હતું. પરંતુ આજે ભારત ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને રશિયાથી એલએનજી પ્રાપ્ત કરી રહ્યું છે.

(1:17 pm IST)