મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

શિલોન્ગમાં સતત પાંચમા દિવસે અજંપો : રાષ્ટ્રીય લઘુમતી પંચ સ્થિતિનો તાગ મેળવશે

મેઘાલયના પાટનગર શિલોંગમાં સતત પાંચમા દિવસે પણ તણાવ યથાવત રહ્યો છે. શિલોંગમાં સોમવારે મુખ્યપ્રધાન કોનરાડ સંગમા કલાકો સુધી સચિવાલયમાં ઘેરાયેલા રહ્યા હતા.આગમચેતીના પગલા હેઠળ શિલોંગમાં અર્ધલશ્કરી દળોની પંદરથી વધુ ટુકડીઓની તેનાતી કરી દેવામાં આવી છે.

  રાષ્ટ્રીય લઘુમતી પંચ આજે શિલોંગની મુલાકાતે છે. રાષ્ટ્રીય લઘુમતી પંચ મેઘાલયની સ્થિતિનો તાગ મેળવશે. સોમવારે સેનાએ શિલોંગમાં હિંસા ભડક્યા બાદ ફ્લેગ માર્ચ કર્યો હતો.

સીઆરપીએફની છાવણી પર દેખાવકારોના હુમલા બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. શિલોંગમાં શાંતિ બહાલી માટે અર્ધલશ્કરી દળોની વધુ દશ કંપનીઓને પણ મોકલવામાં આવી છે રવિવારે રાત્રે આઠ કલાકની કર્ફ્યૂની ઢીલ અપાઈ ત્યારે ફરીથી ઘર્ષણ સર્જાયું હતું

(12:57 pm IST)