મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

યુ.એસ.ના સાન્તા કલારા કાઉન્સીલની ખાલી પડેલી એક સીટ માટે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મોહમ્મદ નદીમ : છેલ્લા દસકાથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવવા પ્રયત્નશીલ પ્રોફેસરનો વધુ એક પ્રયાસ

કેલિફોર્નિયા : યુ.એસ.ના સાન્તા કલારા કાઉન્સીલમાં ખાલી પડેલી એક સીટ માટે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મોહમ્મદ નદીમએ ઉમેદવારી નોંધાવી છે.

સાન જોસ કેલિફોર્નિયા ખાતેની નેશનલ યુનિવર્સિટીના  પ્રોફેસર શ્રી મોહમ્મદ છેલ્લા એક દસકાથી  કાઉન્સીલ મેમ્બર બનવામાં સફળ નહીં થવા છતાં તેમણે પ્રયત્ન ચાલુ રાખ્યો છે વર્તમાન કાઉન્સીલરએ મે માસમાં રાજીનામું આપતા ખાલી પડેલી ઓપન સીટ ઉપર તેમને ૬ માંથી પાંચ કાઉન્સીલરનું સમર્થન મળે તો તેઓ વચગાળાના કાઉનસીલર બની શકે જેની મુદત નવેં. માસ સુધીની છે.

(12:35 pm IST)