મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મેડિકલમાં પ્રવેશવા NEETના 'કટ ઓફ'માં ગત વર્ષ કરતા ઘટાડો !

નવી દિલ્હી તા. ૫ : સીબીએસઈએ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)નું પરિણામ સોમવારે જાહેર કરી દીધું છે. વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseneet.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે.આ વર્ષે નીટનું સરેરાશ ૫૪ ટકા પરિણામ આવ્યું છે જેમાં બિહારની કલ્પનાકુમારી ૭૨૦માંથી ૬૯૧ માકર્સ સાથે ટોપર બની છે. કલ્પનાને ૯૯.૯૯ પર્સન્ટાઈલ આવ્યા છે. જનરલ કેટેગરીમાં કટઓફ માકર્સ ૬૯૧થી ૧૧૯ વચ્ચે રહ્યું છે. ગયા વર્ષે ૧૩૧ કટ ઓફ માર્કસ હતા. સૌથી વધુ ઉત્ત્।ર પ્રદેશના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થયા છે.નીટનું પરિણામ ગયા વર્ષ કરતાં ૧૬.૪૯ ટકા વધારે આવ્યું છે. તેલંગણાના રોહન પુરોહિત અને દિલ્હીના હિમાંશુ શર્માને બન્નેને સરખા ૬૯૦ માકર્સ આવ્યા છે. ત્રીજા નંબરે દિલ્હીના આરોષ ધામિજા અને રાજસ્થાનના પ્રિન્સ ચૌધરી છે, જેમને ૬૮૬ માકર્સ આવ્યા છે. આ વર્ષે દેશભરમાં કુલ ૧૩.૨૬ લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી જેમાંથી ૭.૧૪ લાખ પાસ થયા છે. ટોપ-૧૦માં પાંચ રાજસ્થાનના છે, જેમાં ચાર કોટાના છે. જનરલ કેટેગરીમાં ૬૯૧થી ૧૧૯ માકર્સ વચ્ચે મેળવનારા ૬.૩૪ લાખ વિદ્યાર્થીઓ છે. ઉત્તર પ્રદેશના સૌથી વધુ ૭૬,૭૭૮ વિદ્યાર્થીએ નીટ કલીયર કર્યી છે. કેરળના ૭૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીએ અને મહારાષ્ટ્રના ૭૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ નીટ પાસ કરી છે. ૬ મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી. નીટનું પરિણામ જાહેર ન કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. પરંતુ સોમવારે હાઈકોર્ટે તેના પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. (૨૧.૬)

(11:31 am IST)