મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

GST ઉપરાંત કઇ ૩ રીતે પેટ્રોલ - ડીઝલમાં રાહત આપી શકે છે સરકાર?

સરકાર લાંબાગાળાનું સમાધાન શોધી રહી છે

નવી દિલ્હી તા. ૫ : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ગત છ દિવસોમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ આ બંનેની કિંમત તેના ઉચ્ચ સ્તર પર છે. ગત દિવસોમાં સરકાર તરફથી લોકોને રાહત આપવાની અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ સરકારે કહ્યું કે, તે તાત્કાલિક રાહત પર વિચાર કરવાને બદલે લોંગ ટર્મમાં કોઈ સમાધાન શોધવા પર વિચાર કરી રહી છે. જાણો, કઈ ૪ રીતે સરકાર લોકોને પેટ્રોલ અને ડીઝલમાં મોંઘવારીથી રાહત આપી શકે છે.લાંબા સમયથી ટ્રેડ એસોશિએસન્સ તરફથી માગ કરવામાં આવી રહી છે કે, પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટી અંતર્ગત લાવવી જોઈએ, પરંતુ સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે તેને લઈને કંઈ કહેવાયું નથી. ગત સપ્તાહે જ ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમને કહ્યું હતું કે, રાજય સરકારોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા પર સંમતિ નથી આપી. જોકે, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કિંમતોમાં ઘટાડો કરવા માટે વૈકલ્પિક રીતો તપાસવાને લઈને કંપનીઓ સાથે વાત કરી છે. પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં લગભગ અડધો ભાગ ટેકસનો છે. જો ઈંધણને જીએસટી અંતર્ગત લાવવામાં આવે છે તો ટેકસનો દર ૪૦ ટકા સુધી આવી જાય, તો પણ ૧૦ ટકાનો ઘટાડો ઘણો વધારે હશે.

ક્રૂડ ઓઈલના રેકોર્ડ સ્તર પર પહોંચવા પર ઓઈલ કંપનીઓને પણ ઘણો લાભ થયો છે. દેશમાં ૨૦ ટકા ક્રૂડ ઓઈલનો સપ્લાય કરતી કંપની ઓએનજીસીને ક્રૂડની કિમતોમાં વધારાથી વિન્ડફોલ ગેન થયો છે. એવામાં કંપનીને ઓછી કિંમત પર રિટેલર્સને ઓઈલ વેચવા માટે કહી શકાય છે. તેના બદલામાં સરકાર કંપની પાસેથી લાભમાં ઓછો ભાગ લેવાનો વિકલ્પ આપી શકે છે.

પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને સૈદ્ઘાંતિક રીતે ભારતીય કોમોડિટી એકસચેન્જમાં પેટ્રોલ અને ડીઝલના ફયૂચર લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. કોમોડિટી એકસચેન્જના એમડી સંજિત પ્રસાદે કહ્યું કે, 'અમને મંત્રાલય તરફથી નો-ઓબ્જેકશન મળી ગયું છે.' જોકે, તેના માટે હજુ સેબીની પણ મંજૂરીની જરૂર પડશે. પ્રસાદે કહ્યું કે, 'જો સેબી તરફથી મંજૂરી મળી જાય છે તો પછી અમે એક દિવસમાં જ પ્રોડકટ્સનું લોન્ચિંગ કરી શકીએ છીએ.'(૨૧.૭)

(11:45 am IST)