મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મોદીના સાર્વજનિક ઇન્ટરવ્યૂમાં સવાલ-જવાબ પહેલાથી જ નક્કી હોય છે :રાહુલ ગાંધીનો આરોપ

અનુવાદકે પહેલાથી જ લખેલ એક પાનાંનો આંકડા સાથે જવાબ આપ્યો જોકે મોદીએ પોતાના જવાબમાં આંકડાઓનો ઉલ્લેખ ન્હોતો કર્યો

નવી દિલ્હી :કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કરેલા સંવાદ કાર્યક્રમને લઇને આરોપ લગાવતા કહ્યું હતું કે, મોદીના સાર્વજનિક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલ-જવાબ પહેલાથી જ નક્કી હોય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ પહેલા એવા વડાપ્રધાન છે જેમના ઇન્ટરવ્યૂના પ્રશ્નોના જવાબ પહેલાથી જ લખેલા હોય છે.

   રાહુલ ગાંધીએ સિંગાપોરના નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (એનટીયુ)માં મોદીએ આપેલા ઇન્ટરન્યૂ તરફ ઇશારો કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીને એશિયાની સમસ્યાઓ સાથે સંકળાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને અનુવાદકે પહેલાથી જ લખેલા એક પાનાના જવાબને વાંચીને અનુવાદ કર્યો હતો. એટલું જ નહીં અનુવાદકે કેટલાંક આંકડાઓ સાથે જવાબ આપ્યો હતો. જોકે, વડાપ્રધાન મોદીએ આ પોતાના જવાબમાં આ આંકડાઓનો ઉલ્લેખ કર્યો ન્હોતો.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ એનટીયુમાં થયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમના થોડા અંશનો વીડિયો પોસ્ટ કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને જે જવાબ આપ્યો હતો તેના કરતા તેના અનુવાદકે કરેલા અનુવાદનો જવાબ લાંબો હતો.

(12:00 am IST)