મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ખેડૂત આંદોલન સામે વિવાદિત ટિપ્પણી મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી વિરુદ્ધ કેસ

બિહારના મુઝફ્ફરનગરમાં સામાજીક કાર્યકર તમન્ના હાશમીએ કેસ દાખલ કરાવ્યો

નવી દિલ્હી : કેન્દ્રીય ક્રુષિ પ્રધાન રાધા મોહન સિંહ ખેડૂતો આંદોલન સામે વિવાદિત ટિપ્પણી કરવાના મામલે કોર્ટ કાર્યવાહી ફસાયા છે  એક અહેવાલ અનુસાર સોમવારે બિહારના મુઝફફરપુર જીલ્લામાં તેમની સામે મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ સામાજીક કાર્યકર તમન્ના હાશમીએ દાખલ કરાવ્યો છે.

   ખેડૂતોની આત્મહત્યા અને એક જૂનથી શરૂ થયેલા પ્રદર્શન સંબંધિત એક સવાલનો જવાબ આપતા ગત સપ્તાહે કેંદ્રીય ક્રુષિ પ્રધાન રાધા મોહન સિંહે કહ્યુ હતુ કે દેશમાં 12 થી 14 કરોડ ખેડૂત છે.કોઇ પણ સંગઠન માટે 1000 થી 2000 લોકો એકત્ર કરવા સરળ છે અને મીડિયામાં આવવા માટે કંઇક અનોખુ કરવુ પડે જ છે.

(12:00 am IST)