મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નરપદે આઈડીબીઆઈ બેન્કના એમડી મહેશકુમાર જૈનની નિમણુંક

નવી દિલ્હીઃ સરકારે આઇડીબીઆઇ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર મહેશ કુમાર જૈનની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ડેપ્યુટી ગવર્નરપદે નિમણૂંક કરી છે.

  ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એસએસ મુંદ્રાનો ત્રણ વર્ષનો કાર્યકાળ જુલાઇમાં પૂરો થયો હતો. નાણાંકીય સેવા સચિવ રાજીવ કુમારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરકારે આ હાઇ પ્રોફાઇલ પોસ્ટ માટે જૈન પર પસંદગી ઉતારી છે.

(12:00 am IST)