મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

રાજ્યમાં રાત્રિ કર્ફયુ લગાવવું અપૂરતું : કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર લે પગલા :ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગતો આપવા હાઇકોર્ટનો આદેશ

RTPCR ટેસ્ટિંગના યોગ્ય આંકડા આપવા હુકમ :આવતી સુનાવણીમાં સરકાર સોગંદનામું કરવા નિર્દેશ : નવા 21 RTPCR મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે ?: ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈ મુદ્દે પણ નિર્દેશ: હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ અયોગ્ય :ગુજરાત હાઇકોર્ટનો સુઓમોટો અરજી પર 43 પેજનો હુકમ

અમદાવાદ : ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પિડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે. રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જીલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના ૩૬ જીલ્લાઓમાં માત્ર નાઇટ કર્ફયું જેવા નિયંત્રણો મુક્યા છે. આ નિયંત્રણો પર ગુજરાત હાઇકોર્ટે સરકાને લપડાક મારી છે. અને કહ્યુ છે કે સરકારે રાજ્યમાં જે રાત્રી કર્ફયું લગાવ્યો છે તે પગલાં કોરોના સંક્રમણ રોકવા માટે પુરતા નથી

કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર  પગલાં લ્યે અને ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગતો આપવા હાઇકોર્ટએ આદેશ કર્યો છે

RTPCR ટેસ્ટિંગના યોગ્ય આંકડા આપવા હુકમ કરવાની સાથે આવતી સુનાવણીમાં સરકાર સોગંદનામું કરવા નિર્દેશ આપ્યો છે  નવા 21 RTPCR મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે ? તેવા સવાલ કરાયા છે અને ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈ મુદ્દે પણ નિર્દેશ આપ્યો છે હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ અયોગ્ય હોવાની કહેવા સાથે ગુજરાત હાઇકોર્ટનો સુઓમોટો અરજી પર 43 પેજનો હુકમ થયો છે

 

(8:10 pm IST)