મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

કોરોનાના પોઝીટીવ લોકો હાર્ટ એટેકથી મરવા લાગ્યાઃ એક નવા અભ્યાસમાં સનસનીખેજ ખુલાસો

નવી દિલ્હી, તા., ૫: કોરોના વાયરસની બીજી લહેર આવ્યા બાદ હોસ્પીટલોમાં પગ રાખવાની જગ્યા નથી. જો કે હેલ્થ ઓથોરીટીઝનું કહેવું છે કે ૮૦ ટકાથી વધુ દર્દીઓને હોસ્પીટલમાં દાખલ થવાની જરૂર નથી તેઓ ટેલી કન્સ્લ્ટેન્શનની મદદથી  સાજા થઇ શકે છે. પરંતુ તે પણ સત્ય છે કે આ ઇન્ફેકશનના સાઇડ ઇફેકટ લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને હવે તો હાર્ટ ડેમેજના પણ મામલા સામે આવ્યા છે. એક અભ્યાસમાં જણાવ્યું છે કે કોરોનાથી ગંભીર રીતે પીડીત લગભગ ૫૦ ટકા હોસ્પીટલાઇઝડ  દર્દીઓના રીકવરીના મહિના બાદ હાર્ટ ડેમેજ થયું હોય તેથી રીકવરી બાદ પણ દર્દીએ હાર્ટ રેટને ચેક કરવું જરૂરી છે. જો સજાગ નહિ રહો તો મુશ્કેલી ઉભી થશે.

નિષ્ણાંતોનું કહેવું છે કે કોવીડનું ઇન્ફેકશન બોડીમાં ઇન્ફલેમેશનને ટ્રીગર કરે છે. જેનાથી હ્ય્દયની માશપેશી નબળી પડવા લાગે છે. જેનાથી ધબકવાની ગતીને અસર થાય છે અને બ્લડ કલોટીંગની સમસ્યા ઉભી થવા લાગે છે. વાયરસ સીધા આપણા રીસેપ્ટર પર હુમલો કરી શકે છે. જે માયોકાડીઝમ ટીસ્યુની અંદર જઇને નુકશાન પહોંચાડે છે.  નિષ્ણાંતો કહે છે કે કોવીડ બાદ છાતીમાં દુઃખતુ હોય તો તરત જ ચેકીંગ કરાવવું જોઇએ.

(3:55 pm IST)