મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

પ્રયાગરાજમાં સંક્રમણ અને મોતના આંકડામાં ઘટાડોઃ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો

શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં પ૦-પ૦ ટકા કેસોઃ જો કે વિખ્યાત ફીઝીશ્યનનું મોત નીપજયું

પ્રયાગરાજ : કોરોના મહામારીના વિસ્ફોટથી કેટલાય દિવસો સુધી હાહાકાર મચ્યા પછી હવે અહી સંક્રમણ અને મોતની સંખ્યાના ગ્રાફમાં ઘટાડો થઇ રહયો છે. મંગળવારે શહેરના મશહુર ફીઝીશ્યન ડોકટર અરોરા સહિત સાત લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે ૬૮૩ નવા લોકો સંક્રમીત થયા હતા. તો ૧૯૪૩ લોકો સાજા થયા હતા. લોકો સાજા થયા હતા. નવા કેસ કરતા સાજા થનાર લોકોની સંખ્યા ત્રણગણી છે. તેના લીધે અહીંની કોરોના હોસ્પિટલોમાં હવે સરળતાથી બેડ મળી રહયો છે. પહેલાં અહીંના શહેરી વિસ્તારમાં ૮૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ર૦ ટકા નવા કેસ આવતા હતા. પણ હવે બંન્ને વિસ્તારોની સરેરાશ પ૦-પ૦ ટકા થઇ ગઇ છે આના પાછળનું કારણ એ  જણાવાઇ રહયું છે કે શહેરી વિસ્તારોમાં કોન્ટેક ટ્રેસીંગ કરીને એક પોઝીટીવ કેસ પર ૧પ લોકોના ટેસ્ટીંગ કરીને તેમને આઇસોલેટ કરાઇ રહયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં સફળતા નથી મળી રહી.

(3:14 pm IST)