મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે ઠંડુયુધ્ધ

કોરોનાના દર્દીઓને બેવડો માર : પૂરી વીમા પોલીસી હોવા છતાં ૪૫-૮૦% જ મળે છે

હોસ્પિટલોના પીપીઇ કીટ જેવા ખર્ચને કાપી નાખે છે વીમા કંપનીઓ

ચેન્નાઇ તા. ૫ : ૮૦ વર્ષની એક ડાયાબીટીસ ધરાવતી અને થાપાના ફ્રેકચરવાળી વૃધ્ધાને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલે તેને લગભગ ૧ લાખ ૨૦ હજારનું બીલ આપ્યંુ હતું. પણ વીમા કંપનીના થર્ડ પાર્ટી એડમીનીસ્ટ્રેટરે તેને ફકત ૫૬૦૦૦ રૂપિયા ચુકવ્યા હતા. તેના કલેઇમમાં મંજૂર ન થયેલ ચીજોમાં ૧૭૬૦૦ રૂપિયાનું પીપીઇ કીટનું બીલ પણ સામેલ હતું. કોરોનાની સારવાર લીધેલ ઘણા દર્દીઓની આવી જ વ્યથા છે કે તેણે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોવા છતાં પણ તેમણે ખીસ્સામાંથી મોટી રકમ ચૂકવવી પડે છે.

પોલિસી હોલ્ડરો હોસ્પિટલ અને વીમા કંપની વચ્ચે પીપીઇ કીટ જેવા કન્ઝયુમેબલના ગજગ્રહમાં ફસાય છે. અને આના પરિણામે તેમને કલેઇમની રકમના ૪૫ થી ૮૦ ટકા જેટલી જ રકમ મળે છે. ભારતની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંની એક સ્ટાર ઇન્સ્યોરન્સ કંપની કેશલેસ કલેઇમનું તે મળ્યાના બે કલાકમાં ૮૦ થી ૯૦ ટકાનું સેટલમેન્ટ કરે છે. સ્ટાર હેલ્થના એમડીએસ પ્રકાશે કહ્યું કે એક ડોકટર એક જ પીપીઇ કીટ પહેરીને એક રાઉન્ડમાં ૧૦ દર્દીઓને તપાસે તો તે દસે દસ દર્દીઓ પાસેથી પીપીઇ કીટના નાણા કેવી રીતે લઇ શકે. પીપીઇ કીટનો કલેઇમ પાસ કરવામાં વાંધો નથી પણ એક દિવસમાં ૧૦ પીપીઇ કીટના પૈસા કેવી રીતે ચૂકવી શકાય તેમ છતાં અમે આઇસીયુમાં પીપીઇ કીટની વધારે સંખ્યા પાસ કરીએ છીએ. આ ઉપરાંત વ્યકિત દીઠ સીટી સ્કેન કરવામાં પણ મોટો ઉછાળો આવ્યો છે. અમે દર્દી દીઠ બે સીટી સ્કેનનો કલેઇમ મંજૂર કરીએ છીએ.

(12:51 pm IST)