મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

અમેરીકા સંસ્થાની ચોંકાવનારી ભવિષ્યવાણી

ઓગસ્ટ સુધીમાં કોરોના ભારતમાં ૧૦ લાખ લોકોને ભરખી જશેઃ આકરા પગલા જરૂરી છે

નવી દિલ્હી, તા.૫: ભારતમાં કોરોના વાયરસની ઝપટમાં આવીને મરનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આજે મંગળવારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૪૯ કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટ્યા છે. આ દરમિયાન અમેરિકા ખાતે આવેલી ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ ભયંકર ચેતવણી આપી છે.

ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આકરા પગલા ના ભરવામાં આવ્યા તો ૧ ઓગષ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં ૧૦ લાખથી પણ વધારે લોકો કોરોનાના કારણે મોતને ભેટશે. આ સંસ્થાએ આ અગાઉ ૧ાૃક ઓગષ્ટ સુધીમાં ૯.૬૦,૦૦ મોતનું અનુમાન અગાવ્યું હતું.

ભારતમાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. છેલ્લા માત્ર ૧૫ દિવસમાં સંક્રમણના ૫૦ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોના વાયરસના એક દિવસમાં ૩,૫૭,૨૨૯ નવા કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૦૨,૮૨,૮૩૩ પર પહોંચી ગઈ છે. જયારે ૩૪૪૯ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક ૨,૨૨,૪૦૮ પર પહોંચી ગયો છે.

દેશમાં અત્યાર સુધી આ સંક્રામક રોગથી ૨,૨૨,૪૦૮ લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના કેસ ૧૯ ડિસેમ્બરના એક કરોડને પાર પહોંચ્યા હતા. તેના ૧૦૭ દિવસ બાદ પાંચ એપ્રિલે સંક્રમણના કેસ ૧.૨૫ કરોડ પર પહોંચ્યા. પરંતુ મહામારીના કેસને ૧.૫૦ કરોડનો આંકડો પાર કરવામાં માત્ર ૧૫ દિવસ લાગ્યા હતા.

ભારતમાં કોરોનાના કેસે ૭ ઓગસ્ટ ૨૦૨૦ના ૨૦ લાખનો આંકડો પાર કર્યો હતો. તો અમેરિકા સ્થિત સર્વોચ્ચ ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ અનુમાન વ્યકત કર્યું છે કે જો કઠોર ઉપાય અપનાવવામાં ન આવ્યા તો ૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ભારતમાં ૧૦ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ શકે છે. પરંતુ આ પહેલા સંસ્થાએ આ તારીખ સુધી ૯૬૦,૦૦૦ મોતનું અનુમાન લગાવ્યું હતું.

(11:49 am IST)