મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

આવતા વર્ષે રાજયસભામાં ભાજપાની ૯૬ બેઠકો જ રહેશે

નવી દિલ્હી તા. ૪: બંગાળ વિધાનસભામાં સારૃં પ્રદર્શન કરવા છતાં સત્તારૂઢ ભાજપા રાજયસભામાં પોતાની બેઠકો વધારવામાં સફળ નહીં થાય. કેમકે હાલમાં તો રાજયની કોઇ બેઠક ખાલી નથી થવાની રાજય સભામાં ભાજપાની એક બેઠક આવતા વર્ષે જ વધશે.

રાજયસભાની વેબસાઇટ અનુસાર, ઉચ્ચ સદનમાં ભાજપા પાસે અત્યારે કુલ ૯પ સભ્યો છે. આવતા વર્ષે ર૦રરમાં ૭૮ સાંસદોનો કાર્યકાળ પુરો થવાનો છે. તેમાં મહત્વના સભ્યોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી જેવા પ્રધાનો, કોંગ્રેસના સીનીયર નેતા ઓ પી. ચીદમ્બરમ, આનંદ શર્મા અને કપિલ સિમ્બલ છે. બ્રોકેજ કોટક ઇન્સ્ટીટયુટ એકટીવીટીઝના ઇન્ડીયા રિપોર્ટ અનુસાર ર૦રરમાં થનારી રાજયસભાની ચુંટણીઓમાં ભાજપાને કંઇ વધારે   ફાયદો થવાની શકયતા ઓછી છે.

ઉત્તર પ્રદેશમાં વધારો થવા સામે તે આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં બેઠકો ગુમાવશે. જયારે ચુંટણી માટે પશ્ચિમ બંગાળની કોઇ બેઠક ખાલી નથી.

(1:08 pm IST)