મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ચૂંટણી પૂરી થઇઃ ગરજ મટી ગઇ

૧૮ દિવસ બાદ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

નવી દિલ્હી, તા.૪: પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૮ દિવસ સ્થિર રહ્યા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ (આજે તેના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૫ થી ૨૦ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારો થવાથી દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે તે ૯૦.૫૫ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. બીજી તરફ, ડીઝલની વાત કરવામાં આવે તો ૮૧ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે.

નોંધનીય છે કે, પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા ૧૫ એપ્રિલે પેટ્રોલ ૧૬ પૈસા પ્રતિ લીટર અને ડીઝલ ૧૪ પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું હતું. ત્યારબાદથી કિંમતો સતત સ્થિર રહી હતી.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૯૦.૫૫ રૂપિયા અને ડીઝલ ૮૦.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૬.૯૫ રૂપિયા અને ડીઝલ ૮૭.૯૮ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૦.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૩.૭૮ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૨.૫૫ રૂપિયા અને ડીઝલ ૮૫.૯૦ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:44 am IST)