મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

આને કહેવાય કરમની કઠણાઇ

ઓકિસજનની વ્યવસ્થા કરવા નીકળેલા પરિવારનો અકસ્માતઃ પાંચના મોત

એક વ્યકિતનો જીવ બચાવવા અન્ય લોકોએ જીવ ગુમાવ્યો

લખનઉ, તા.૪: દેશના અનેક રાજયોમાં ઓકિસજનની કમીને કારણે કોરોના સંક્રમિત દર્દીનો મોત થઇ રહ્યા છે. એવામાં સ્વજનોનો જીવ બચાવવા પરિવારજનો જાતે જ ઓકિસજનની વ્યવસ્થા કરી રહ્યા છે. વિતેલા દિવસો દરમિયાન દેશના લગભગ મોટાભાગના રાજયોમાં આ સ્થિતિ જોવા મળી હતી. જયાં હોસ્પિટલમાં બેડ અને જરુરિયાતમંદ કોરોના દર્દીને ઓકિસજન ન હતો મળતો. એવામાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે જયાં એકનો જીવ બચાવવા માટે પાંચ વ્યકિતઓએ જીવ ગુમાવવો પડ્યો છે.

અહીં કોરોનાથી સંક્રમિત મહિલા માટે ઓકિસજનની વ્યવસ્થા કરવા નીકળેલા પાંચ લોકો મોતનો શિકાર બન્યા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. આ તમામ લોકો ઓકિસજનની વ્યવસ્થા કરવા માટે બરેલીથી પરત ફરી રહ્યા હતા.

માહિતી મુજબ પરિવારની મહિલા કોરોનાથી સંક્રમિત છે અને ઓકિસજનની જરુર હતી. પરંતુ હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાય ન હોવાને લીધે મહિલાને લઇને જ પરિવારના સભ્યો ઓકિસજનની વ્યવસ્થા કરવા માટે નીકળ્યા હતા. પરંતુ ઓકિસજન ન મળતા પરિવા મહિલા દર્દીને લઇને શાહજહાંપુર પરત ફરી રહ્યો હતો. એવામાં રોડ અકસ્માત નડતાં મહિલા દર્દી સહિત પાંચ લોકોના મોત થયા હતા.

(10:43 am IST)