દેશમાં કોરોનાના નવા 3,17 લાખથી વધુ કેસ : કુલ કેસનો આંકડો 2 કરોડને પાર પહોંચ્યો : 2,80 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :34,44 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2719 લોકોના મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,621 નવા કેસ, કર્ણાટકમાં 44,438 કેસ, કેરળમાં 26,011 કેસ , ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ, તામિલનાડુમાં 20,952 કેસ, આંધ્રપ્રદેશમાં 18,972 કેસ, રાજસ્થાનમાં 17,296 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,501 કેસ, ગુજરાતમાં 12,820 કેસ,બિહારમાં 11,407 કેસ, હરિયાણામાં 12,885 કેસ, મધ્યપ્રદેશમાં 12,062 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,17,918 નવા કેસ નોંધાયા છે
સાથે છેલ્લા 24 કલાકમાં 2719 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.21,666 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,17,918 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,02,37,781 થઇ છે એક્ટિવ સંખ્યા પણ 34,44,548એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2,80,855 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ 1.65,62,797 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,621 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 44,438 કેસ, કેરળમાં 26,011 કેસ , ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ, તામિલનાડુમાં 20,952 કેસ, આંધ્રપ્રદેશમાં 18,972 કેસ, રાજસ્થાનમાં 17,296 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,501 કેસ, ગુજરાતમાં 12,820 કેસ,બિહારમાં 11,407 કેસ, હરિયાણામાં 12,885 કેસ, મધ્યપ્રદેશમાં 12,062 કેસ નોંધાયા છે