મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

NEET-PG પરીક્ષા ચાર મહિના મોકૂફ : કોરોના અંગે વડાપ્રધાનની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

ડિકલ ઈન્ટર્ન્સને તેમની ફેકલ્ટીની દેખરેખમાં કોવિડ મેનેજમેન્ટના કાર્યો માટે તૈયાર કરાશે

 કોરોનાના વધતા સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ અનેક મહત્વના નિર્ણય લીધા છે. PMOના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીએ મેડિકલ કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવા માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે.પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયોમાંથી એક NEET-PG એક્ઝામને 4 મહિના સુધી ટાળવાનો છે.

  PMO દ્વારા કહેવામાં આવ્યું કે, કોવિડ ડ્યૂટીમાં 100 દિવસો સુધી કામ કરનારા હેલ્થ વર્કરોને રેગ્યુલર સરકારી ભરતીઓમાં પ્રાથમિક્તા આપવામાં આવશે. મેડિકલ ઈન્ટર્ન્સને તેમની ફેકલ્ટીની દેખરેખમાં કોવિડ મેનેજમેન્ટના કાર્યો માટે તૈયાર કરવામાં આવશે

  MBBS ફાઈનલ યરના સ્ટૂડન્ટ્સને માઈલ્ડ કોવિડ કેસોમાં ટેલી કન્સલ્ટેશન અને મોનિટરિંગનું કામ સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની ફેકલ્ટીની દેખરેખમાં કામ કરશે. BSC/GNM ક્વાલિફાઈડ નર્સને સીનિયર ડૉક્ટર્સ અને નર્સની દેખરેખમાં ફૂલ ટાઈમ કોવિડ નર્સિંગ ડ્યૂટીમાં લગાવવામાં આવશે 

પીએમઓ કાર્યાલયના જણાવ્યા મુજબ, કોવિડ ડ્યૂટીમાં લાગેલા જે હેલ્થ વર્કરો 100 દિવસોનું કાર્ય પૂર્ણ કરશે, તેમને પ્રધાનમંત્રીના પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્ર સેવા સમ્માનથી નવાજવામાં આવશે

વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલા મોટા નિર્ણયમાં BSc/GNM નર્સોનો ઉપયોગ વરિષ્ઠ ડૉક્ટરો અને સિનીયર નર્સોના સુપરવિઝનમાં ફૂલ ટાઈમ કોરોના નર્સિગમાં કરવામાં આવી શકે છે જે મેડિકલ સ્ટૂડન્ટ્સને ડ્યૂટી પર મોકલવામાં આવશે, તેમનું પ્રોપર વૅક્સિનેશન કરવામાં આવશે. આ સિવાય કોરોનામાં લાગેલા હેલ્થ વર્કર્સની જેમ તેમને પણ કેન્દ્રની વીમા સ્કીમમાં કવર કરાશે. ફાઈનલ યર પીજી સ્ટૂડન્ટ્સની સેવાઓનો ઉપયોગ ત્યાં સુધી કરવામાં આવી શકે છે, જ્યાં સુધી પીજી સ્ટૂડન્ટ્સની નવી બેંચ જોડાય નહી

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે વડાપ્રધાને હેલ્થ એક્સપર્ટ્સ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં આ તમામ નિર્ણય લેવામાં આવ્યા હતા. રવિવારે બપોરે જ સુત્રો અનુસાર કહેવાતુ હતું કે, મેડિકલની પ્રવેશ પરીક્ષા નીટને ટાળવામાં આવી શકે છે. આ સિવાય એમબીબીએસ અને નર્સિંગ ફાઈનલ યરના સ્ટૂડન્ટ્સને કોવિડ ડ્યૂટીમાં લગાવવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે.

(12:00 am IST)