મુખ્ય સમાચાર
News of Monday, 19th March 2018

જીએસટીઅને નોટબંધીના કારણે સોની યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

નવીદિલ્હીઃ જીએસટીઅને નોટબંધીના મારના કારણે એક સોની યુવકે  આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

કરાડના રહેવાસી રાહુલ રાજારામ ફાળકેએ નોટબંધીનો તેમ જ GSTનો અમલ થયા બાદ બિઝનેસમાં ખોટ જતાં સાતારા પાસેના શિરવડે સ્ટેશન નજીક મિરજ જઈ રહેલી ટ્રેન સામે ઝંપલાવીને કથિત આત્મહત્યા કરી હતી 

ફાળકેએ ફેસબુક પર નોટબંધી અને GSTને કારણે તેના જ્વેલરીના બિઝનેસમાં ખોટ ગઈ હોવાની પોસ્ટ મૂકી હતી. જેમાંથી બહાર આવવા કોઈ રસ્તો ન હોવાનું જણાવ્યું હતું. આ વિશેનો મેસેજ તેણે પોતાના મિત્રો અને અન્યોને વૉટ્સઍપ પર પણ મોકલ્યો હતો. 

રેલવે પોલીસ ફોર્સના સુપરિન્ટેન્ડેન્ટ પ્રભાકર બુધવંતે જણાવ્યું હતું કે 'જે મોબાઇલથી તેણે આ મેસેજ મોકલાવ્યા હતા એ મોબાઇલ પોલીસને મળ્યો નહોતો. આ મેસેજ શું ખરેખર સાચા હતા કે નહીં એ વિશે તપાસ કરવામાં આવશે.

(10:26 am IST)