મુખ્ય સમાચાર
News of Sunday, 5th April 2020

કોરોના વાઇરસ સામેના જંગમાં ટ્રમ્પ નિષ્ફ્ળ : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનનો આક્ષેપ

વોશિંગટન : છેલ્લા થોડા દિવસોમાં અમેરિકામાં વધી ગયેલી કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા તથા તેનાથી થતા મોતના આંકડાઓથી વ્યથિત થયેલા તેમના હરીફ ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડને આક્ષેપ કર્યો છે કે કોરોના વાઇરસ સામેના જંગમાં તેઓ નિષ્ફ્ળ નીવડ્યા છે.

આ અગાઉ અન્ય આગેવાનો ઇલ્હામ ઉંમર ,તથા ન્યુયોર્ક મેયર સહિતનાઓ પણ કોરોના વાઇરસ સામેની પૂર્વ તૈયારીઓમાં ટ્રમ્પ નિષ્ફ્ળ ગયા હોવાનો આક્ષેપ કરી ચુક્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:15 pm IST)