મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

એન્ટિલિયા કેસ : કાર માલિક મનસુખ હિરેનને કેટલાક લોકો પરેશાન કરતા હતા : પૂર્વ તપાસ અધિકારીનો મોટો ખુલાસો

મનસુખ ક્રોફોર્ડ માર્કેટમાં આવ્યો હતો અને મને મળ્યો, આ વાત સંપૂર્ણપણે ખોટી : સચિન વાઝ

મુંબઈના મુકેશ અંબાણીના બહુમાળી નિવાસસ્થાન એન્ટિલીયાની બહારથી મળી શંકાસ્પદ સ્કોર્પિયો કારનો મામલો વધુ ગૂંચવાઈ રહ્યો છે, શુક્રવારે એક તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના નેતા દેવેન્દ્ર ફડણવીસે માંગ કરી હતી કે આ મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા કરવામાં આવે. બીજી તરફ શંકાસ્પદ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. એન્ટિલિયાની બહાર મળી કારના કેસમાં પ્રથમ તપાસ અધિકારી એવા સચિન વાઝે આ અંગે અનેક ખુલાસા કર્યા છે

એપીઆઈ સચિન વાઝ આ કેસનો પ્રથમ આઈઓ હતો. પરંતુ બાદમાં આ કેસની તપાસની જવાબદારી એસીપી નીતિન અલકાનુરને સોંપવામાં આવી હતી. વાઝને આઇઓ તરીકે કેસમાંથી હટાવવામાં આવ્યા હતા. સચિન વાઝે કહ્યું હતું કે હું મનસુખ હિરેનને ઓળખું છું, કેમ કે તે પણ થાણેથી છે. હું તાજેતરમાં તેને મળ્યો ન હતો. તે થાણેનો હતો, તેથી કદાચ હું તેને જાણું છું અથવા કોઈક વાર તેની સાથે મળ્યો છું.

સચિન વાઝે જણાવ્યા મુજબ મનસુખ હિરેને ખરેખર ફરિયાદ કરી હતી કે કેટલાક પોલીસ અધિકારીઓ અને પત્રકારો તેમને પરેશાન કરતા હતા. પોલીસ કર્મીઓ અને પત્રકારો તેમને પરેશાન કરતા રહ્યા. હું આ સિવાય કશું જ જાણતો નથી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના આરોપો અંગે સચિન વાઝે કહ્યું હતું કે હું સ્થળ પર પહોંચનાર પહેલો વ્યક્તિ નથી. પહેલા સિનિયર પોલીસ ઈન્સપેક્ટર ગામેદેવી પહોંચ્યા, ત્યારબાદ ટ્રાફિક અધિકારી. ત્યારબાદ ડીસીપી ઝોન 2 ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ પછી બીડીડીએસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી, હું મારી ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સચિન વાઝે જણાવ્યું હતું કે મને ખબર પડી છે કે મનસુખ હિરેને થાણે કમિશનર અને મુંબઇના પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો તેમને પરેશાન કરી રહ્યા છે. વાઝે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે મનસુખ હિરેનની કાર ચોરી થઈ હતી, ત્યારે તે તેની સાથે મળ્યો ન હતો. એવો આક્ષેપ કરવામાં આવે છે કે મનસુખ ક્રોફોર્ડ માર્કેટમાં આવ્યો હતો અને મને મળ્યો, આ વાત સંપૂર્ણપણે અસત્ય છે.

(10:35 pm IST)