મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

એક-બે નહીં ચાર પ્રેમીઓ સાથે ભાગી યુવતી : પકડાઇ જતા પંચાયતમાં ચીઠ્ઠી નાખી યુવકની લગ્ન માટે થઇ પસંદગી

આંબેડકરનગર : આ પ્રેમ કહાની જે પણ સાંભળશે તે હેરાન થઇ જશે. અને વિચારમાં પડશે કે તેનો અંત શું હશે. એક યુવતી ૪ યુવકોની દિવાની હોય તો ગડમથલ જરૂર થાય. જ્યારે પ્રેમમાં મુશ્કેલી આવવા લાગી તો યુવતી ચારેય પ્રેમીઓ સાથે ભાગી ગઇ.

જ્યારે પાંચેય પકડાયા તો યુવતીના પરિવારે તેના લગ્ન નક્કી કર્યા. યુવતીને જ્યારે પુછવામાં આવ્યુ કે તે કયાં યુવક સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે યુવતી કન્ફયુઝ થઇ ગઇ અને મામલો પંચાયત પહોંચ્યો, જ્યાં ચીઠ્ઠી નાખી યુવકની પસંદગી કરવામાં આવેલ.

મામલો આંબેડકરનર વિસ્તારનો છે. યુવતી એટલી કન્ફયુઝ થઇ ગઇ કે પંચાયત બેસાડવી પડેલ. ૪ યુવકો સાથે ભાગેલ યુવતીને યુવકોએ તેના સંબંધીને ત્યાં છુપાવી હતી. યુવતીના પરિવારજનો યુવકો વિરૂધ્ધ કેસ દાખલ કરવાની તૈયારીમાં હતા. દરમિયાન મામલો પંચાયતમાં પહોંચ્યો અને લગ્નનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

પંચાયતના નિર્ણય બાદ ચારેય યુવકોના નામની ચીઠ્ઠી નાખી અને એક બાળક પાસે ચીઠ્ઠી ઉપાડવાયેલ. ચીઠ્ઠીમાં નામ આવતા સમગ્ર મામલો થાળે પડેલ અને યુવતીના લગ્ન તે યુવક સાથે નક્કી કરવામાં આવેલ. બીજી તરફ યુવકોના મનમાં બદલવા લાગ્યા હતા અને લગ્નથી ભાગવા લાગેલ. ચારમાંથી એક પણ યુવક પોતાની ઇચ્છાથી લગ્ન કરવા માંગતા ન હતા પણ પંચાયતની બીકના લીધે ચીઠ્ઠીવાળો નિર્ણય સ્વીકારેલ.

(3:48 pm IST)