મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

આસામમાં ચૂંટણી પહેલા કોંગ્રેસનું મોટું એલાન :સરકારી નોકરીમાં મહિલાને 50 ટકા આરક્ષણ આપવા વાયદો

કોંગ્રેસ નીત ગઠબંધન મહિલા અને યુવાનોના ઉત્થાન પર વધારે ધ્યાન આપશે.

નવી દિલ્હી : આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મહિલાઓ માટે મોટું એલાન કર્યું છે. કોંગ્રેસે કહ્યું કે જો આસામમાં 'મહાજોત'(મહાગઠબંધન) સત્તામાં આવે છે તો સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની પ્રમુખ સુષ્મિતા દેવે કહ્યું કે કોંગ્રેસ નીત ગઠબંધન મહિલા અને યુવાનોના ઉત્થાન પર વધારે ધ્યાન આપશે.

સુષ્મિતા દેવે કહ્યું કે જ્યારે કોંગ્રેસ નીત મહાગઠબંધન સરકાર બનાવશે તો અમે મહિલાઓ માટે 50 ટકા આરક્ષણ લાગૂ કરીશુ. આ અમારી ગેરન્ટી છે. આ વસ્તુઓ સૌથી પહેલા થશે.' આસામ વિધાનસભાની 126 સીટો પર થનારી ચૂંટણી માટે કોંગ્રેસના એનઆઈયુડીએફ. બીપીએફ, માકપા, ભાકપા, ભાકપા (માલે) અને આંચલિક ગણ મોર્ચો(એજીએમ)ની સાથે સમજૂતિ કરી છે. દેવે કહ્યું કે કોંગ્રેસ અને મહાગઠબંધન જવાબદેહી અને નોકરીની ગેરન્ટીમાં ભરોસો રાખે છે. તેમણે ભાજપી નીત રાજ્ય સરકારની સીધા લાભસ્થાળાંતરણ સંબંધિત વિભિન્ન યોજનાઓ પર નિશાન સાધતા કહ્યું કે આસામની મહિલાઓ અને યુવાનોને ભીખ નથી જોઈતી. તે નોકરીની તકો ઈચ્છે છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઈચ્છે છે. દેવોનું કહેવું છે કે આસામની આગામી વિધાનસભા ચૂંટણી માટે ઘોષણા પત્રમાં મહિલા આરક્ષણ મુદ્દાઓને સામેલ કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ 2 માર્ચે મહાગઠબંધનની 5 ગેરન્ટીની જાહેરાત કરી હતી. આનાથી 5 લાખ સરકારી નોકરીઓ, પ્રત્યેક ઘરેલુ મહિલાઓના પ્રતિમાસ 2 હજાર રુપિયા ભથ્થા, તમામને 200 યુનિટ સુધી મફત વીજળી, સંશોધિત નાગરિકતા કાયદાને રદ્દ કરવા માટે કાયદો અને ચાના બગીચા માટે દહાડી મજૂરોના ન્યૂનતમ વેતનને વધારે ને 365 રુપિયા આપવાની જાહેરાત કરી છે.

અખીલ ભારતીય કોંગ્રેસ સમિતીના મહાસચિવ જિતેન્દ્ર સિંહે કહ્યું કે પાર્ટીની 'આસામ બચાવો અહોક યાત્રા'એ રાજ્યમાં 10 હજાર કિલોમીટરની દુરી નક્કી કરે છે. આ અભિયાનમાં સમાજના કમજોર તબકેનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે લોકો સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. રાજ્યમાં કામ કરી રહેલા યુવાઓને પુરતુ વેતન નથી મળી રહ્યું તે મહત્વનો મુદ્દો છે.

(2:03 pm IST)