મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

બ્રેન્ટ ક્રુડનો ભાવ ૬૭ ડોલર નજીક : ઇંધણ મોંઘુ થવાના એંધાણ

મુંબઇ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ પ ટકા વધ્યો : બે્રન્ટ ક્રુડ ૬૬.૭૪ ડોલર પર ટ્રેડ કરે છે. તેનો અર્થ એવો થાય છે કે આવતા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એક મોટો વધારો આવી શકે છે. લોકોએ વધુ નાણા આપવા તૈયાર રહેવું પડશે. જો કે ડયુટીમાં ઘટાડો કરીને સરકાર પ્રતિલીટર ૮.૩૦ રૂપિયા સુધીનો ફાયદો આપવા માગતી હોવાનું મીડિયામાં પ્રસિદ્ધ થયું છે. ત્યારે બ્રેન્ટ ક્રૂડમાં અત્યારે આવેલા વૈશ્વિક ભાવ વધારાએ ચિંતાની લાગણી સર્જી છે.

(1:01 pm IST)