મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

હું દ્રષ્‍ટિહિન, પર દિશાહિન નહિ મૈં...આંખની સર્જરી પછી અમિતાભ બચ્‍ચને લખી કવિતા

પોતાના માટે પ્રાર્થનાઓ કરનારા ચાહકોનો પણ કવિતામાં આભાર વ્‍યક્‍ત કર્યોઃ સોશિયલ મિડીયા પર વાયરલ

મુંબઇ તા. ૫: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્‍ચને પોતાની આંખમાં ઓપરેશન કરાવ્‍યા બાદ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્‍ટાગ્રામ પર એક કવિતા પોસ્‍ટ કરીને લખ્‍યું છે કે-હાલમાં દ્રષ્‍ટિહિન, પણ દિશાહિન નહિ. પહેલી માર્ચના રોજ અમિતાભ બચ્‍ચનની આંખની સર્જરી થઇ હતી. બીગ બીએ કવિતામાં પ્રશંસકોનો પણ અનેકાનેક શુભેચ્‍છાઓ આપવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો છે.

કવિતામાં અમિતાભ બચ્‍ચને લખ્‍યું છે કે-હું દ્રષ્‍ટિહિન, પર દિશાહિન નહિ મૈં, હું સુવિધાહિન, અસુવિધાહિન નહિ મૈં, સહલાને વાલો કી, મૃદુ હૈ સંગત, બહલાને વાલે સબ, યહાં સુસજ્જિત, સ્‍વસ્‍થ રહને કા પ્‍યાર મિલા, હૃદય પ્રફુલ્લિત આભારા લિખા, કુછ ક્ષણ કે લિયે હું મૈં સમયબધ્‍ધ, પ્રાર્થનાઓ કે લિયે હું મૈં કરબધ્‍ધ, હા હું કરબધ્‍ધ, સદા મૈં કરબધ્‍ધ.

અમિતાભે કહ્યું હતું કે આંખના ઓપરેશન નાજુક હોય છે, તેની ખુબ દેખભાળ રાખવી પડતી હોય છે. તેમણે વિકાસ બહેલ સાથેની પોતાની ફિલ્‍મનું કામ શરૂ થાય એ પહેલા પોતે સંપુર્ણ સ્‍વસ્‍થ થઇ જશે તેવી આશા દર્શાવી છે. અમિતાભ બચ્‍ચનની આગામી ફિલ્‍મોમાં બ્રહ્માષા, મે-ડે, ચેહરે, ઝૂંડ સહિતની સામેલ છે. બ્રહ્માષામાં તેની સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ પણ છે.

(12:24 pm IST)