મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

વેક્સિન સર્ટિફિકેટ પર પીએમની તસવીર: ચૂંટણી આયોગે માંગ્યો રિપોર્ટ:TMCએ કરી હતી ફરિયાદ

બંગાળ ભાજપના મુખ્ય પ્રવક્તા સામિક ભટ્ટાચાર્યએ કહ્યું TMC એ આવા મુદ્દાઓ ઉઠાવવાનો રાજકીય અને નૈતિક અધિકાર ગુમાવ્યો

કોલકતા :કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી તૃણમૂલ કોંગ્રેસની ફરિયાદ પર રિપોર્ટ માંગ્યો હતો કે કોરોના રસીકરણ પછી લાભાર્થીઓને આપવામાં આવેલા પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરની હાજરી છે.

રાજ્ય ચૂંટણી અધિકારીને તૃણમૂલ ફરિયાદની સત્યતા સાબિત કરવા જણાવ્યું છે. અધિકારીએ રજૂ કરેલા અહેવાલના આધારે ચૂંટણી પંચ આ કેસમાં આગળની કાર્યવાહીનો નિર્ણય લેશે. કો-વિન એપથી કોરોના રસીકરણના લાભાર્થીઓને આપવામાં આવેલા પ્રમાણપત્ર અંગે વડાપ્રધાનના ફોટોગ્રાફ મામલે તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે આ ચિત્રો ચૂંટણીલક્ષી રાજ્યોમાં આચારસંહિતાનો ભંગ કરે છે.

તમને જણાવી દઇએ કે ચૂંટણી પંચને લખેલા પત્રમાં ટીએમસીએ કહ્યું હતું કે, “ચૂંટણી જાહેર થયા પછી વડાપ્રધાન કોવિન દ્વારા સરકારની રસીકરણનો શ્રેય લઈ શકશે નહીં.” TMCના આક્ષેપ પર પ્રતિક્રિયા આપતા બંગાળ ભાજપના મુખ્ય પ્રવક્તા સામિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, “ચૂંટણી પંચ ચોક્કસપણે ફરિયાદની તપાસ કરશે. જોકે, TMC એ આવા મુદ્દાઓ ઉઠાવવાનો તેમનો રાજકીય અને નૈતિક અધિકાર ગુમાવ્યો છે કારણ કે આપણે જોયું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચિત્રોનો કેવી રીતે છે દુરુપયોગ કરવામાં આવ્યો છે.”

(10:29 am IST)