મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

ચીન અને દક્ષિણ આફ્રિકામાં નકલી કોવિડ-૧૯ વેકસીન જપ્ત : ઇન્ટરપોલે કર્યો પર્દાફાશ

દુનિયામાં કોરોનાને હરાવવા રસીકરણની સ્પીડ વધવાની સાથે નકલી રસીના મામલા પણ સામે આવવાના શરૂ થઈ ગયા છે : જોહાંસબર્ગમાં મળે કોરોનાની રસીની ૪૦૦ શીશીઓ : ઓનલાઈન રસીની ઓફર આપી રહ્યા છે માફિયા :ચીનમાં રેડ દરમિયાન ૩ હજાર નકલી રસી મળી

નવી દિલ્હી,તા. ૫: ગ્લોબલ પોલીસ સંગઠનએ બુધવારે કહ્યું કે ચીન અને દક્ષિણ આફ્રીકાની પોલીસે કોરોનાની રસીના હજારો નકલી ડોઝ જપ્ત કર્યા છે. ઈન્ટરપોલે ચેતવણી એ હતી કે એક કોઈ મોટા રેકેટનો એક નાનકડો હિસ્સો હોઈ શકે છે.

ઈન્ટરપોલે કહ્યું કે દક્ષિણ આફ્રીકામાં જોહાંસબર્ગના બહારના વિસ્તારોમાં બનેલા ગોડાઉનમાં નકલી કોરોનાની રસીની ૪૦૦ શીશીઓ મળી છે. આ શીશીઓથી ૨૪૦૦ લોકોને રસી લગાવી શકાય છે. સ્થળ પરથી મોટા જથ્થામાં નકલી માસ્ક પણ મળી આવ્યા છે. આ દરમિયાન ચીનના ૩ અને જામ્બિયાના એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

ઈન્ટરપોલમાં મહાસચિવ જુએરગેન સ્ટોકે કહ્યું કે આ રેડનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતું અમને લાગે છે કે આ કોઈ મોટા રેકેટનો સાવ નાનકડો ભાગ છે. ચીનમાં પણ પોલીસ નકલી રસી વેચનાર ગેંગની શોધ કરી રહી છે. ઈન્ટરપોલ બન્ને દેશોમાં ઉજાગર થયેલા મામલાની તપાસને સપોર્ટ કર્યો છે.

ઈન્ટરપોલના જણાવ્યાનુંસાર ચીનમાં પોલીસે નકલી કોરોનાની રસી બનાવી રહેલી મેન્યૂફેકચરિંગ યુનિટમાં રેડ મારી. આ દરમિયાન ૮૦ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી અને ૩ હજાર નકલી રસી મળી. ઈન્ટરપોલે કહ્યું કે તેમને માહિતી મળી છે . નકલી રસી બનાવવનારી ગેંગે પોતાની ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ પણ તૈયાર કરી છે. અનેક પ્રાઈવેટ નર્સિંગ હોમ- હોસ્પિટલ પણ આમાં સામિલ છે.

જૂએરગેન સ્કોટે કહ્યું કે હજું કોઈ માન્યતા પ્રાપ્ત રસી ઓનલાઈન વેચાણ માટે નથી મુકાઈ. તેવામાં જો કોઈ સંસ્થા ઓનલાઈન રસી આપવાની ઓફર આપે છે તો સમજી જજો કે તે ફેક છે. તમારા સ્વાસ્થ્યને સંકટ છે.

(10:24 am IST)