મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

બ્રાઝિલમાં કોરોનાનો ઉપાડોઃ નવા કેસમાં અમેરિકાને છોડયું પાછળ

USમાં કોરોનાનાં નવા ૬૮ હજાર કેસ : USમાં ૨૪ કલાકમાં ૧૯૯૩ લોકોનાં મૃત્યુ : બ્રાઝિલમાં ૨૪ કલાકમાં નવા ૭૪ હજાર કેસ : વિશ્વમાં કુલ કેસનો આંક ૧૧.૬૨ કરોડ પર : વિશ્વમાં હાલ ૨.૧૭ કરોડ એકિટવ કેસ

ન્યુયોર્ક, તા.૫: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે હવે કોરોનાની વેકસીન આવ્યા બાદ અને સાવચેતીભર્યા પગલા લેવાના કારણે દુનિયામાં ઘણા દેશો આ વાયરસ ઘણી હદ સુધી કાબુ મેળવવામાં સફળ રહ્યા છે. દરેક પ્રકારની સાવધાની રાખવા છતા આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, કોરોનાથી સૌથી ખરાબ હાલ અમેરિકા ભોગવી રહ્યુ છે. અહી રોજ સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે અમેરિકામાં કોરોનાનાં નવા કેસ ૬૮ હજાર સામે આવ્યા છે. જયારે આ વાયરસથી ૨૪ કલાકમાં ૧,૯૯૩ લોકોનાં મોત થઇ ચુકયા છે. દુનિયાનો સૌથી તાકતવર દેશ કહેવાતો અમેરિકા આજે એક વાયરસ સામે નતમસ્તક છે. ત્યાર બાદ જો બ્રાઝિલની વાત કરીએ તો અહી કોરોનાનાં નવા ૭૪ હજાર કેસ સામે આવ્યા છે. જયારે સમગ્ર વિશ્વમાં હાલ ૨.૧૭ કરોડ કોરોનાનાં એકિટવ કેસ છે. વિશ્વભરમાં કુલ કોરોનાનાં કેસનો આંક ૧૧.૬૨ કરોડ પર પહોંચી ગયો છે.

વળી બીજી તરફ જો ભારતની વાત કરીએ તો અહી પણ રોજ કોરોનાનાં કેસ થોડા દિવસોથી સતત વધી રહ્યા છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનાં કેસોમાં વાયુવેગે વધારો થવા લાગ્યો છે. ત્યારે ૪ માર્ચનાં રોજ દેશમાં કોરોના વાયરસનાં ૧૭ હજાર ૪૦૭ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધીમાં ૧,૬૬,૧૬,૦૪૮ લોકોને રસી આપવામાં આવી છે.

(10:21 am IST)