મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

એસસી / એસટી તથા ઓબીસીની બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધુ ન હોવી જોઈએ : મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 માં યોજાયેલી ઓબીસી અનામત બેઠકોની ચૂંટણી રદ કરતો સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો અભૂતપૂર્વ ચુકાદો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજ ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે સ્થાનિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિના / અનુસૂચિત જનજાતિ (એસસી / એસટી) અને અન્ય પછાત જાતિઓ (ઓબીસી) ની તરફેણની  બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધુ ન હોવી જોઈએ વિકાસ કિશનરાવ ગવલીના કેસ મામલે નામદાર કોર્ટએ ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

 ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર, ઈન્દુ મલ્હોત્રા અને અજય રસ્તોગીની  ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે  મહારાષ્ટ્ર જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિ અધિનિયમ, એક્ટ 1961 ની કલમ ૧૨ (૨) (સી) વાંચી હતી, જેમાં રાજ્યને ઓબીસી માટે 27 ટકા અનામત આપવી જોઇએ તેવું દર્શાવ્યું છે.પરંતુ તે કુલ અનામતના 50 ટકાની મર્યાદામાં જ લાગુ પાડી શકાય તેવી સ્પષ્ટતા કરી હતી.

પરિણામે, કોર્ટે મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 માં યોજાયેલી સંબંધિત સ્થાનિક સંસ્થાઓમાં અનામત ઓબીસી બેઠકો સામે ઉમેદવારોની ચૂંટણીને પણ રદ કરી હતી અને નવી ચૂંટણીઓનો આદેશ આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)