મુખ્ય સમાચાર
News of Wednesday, 5th January 2022

ગૌહતી હાઇકોર્ટ

કાગળીયા પર શંકાના આધારે ભારતીય નાગરિકને વિદેશી જાહેર ના કરી શકાય

ગુવાહાટી, તા.૫: ગૌહત્તી હાઇકોર્ટે મંગળવારે કહ્યું કે ફકત કાગળીયા પર શંકા હોવાના કારણે કોઇ ભારતીય નાગરિકને વિદેશી જાહેર નહીં કરી શકાય. જસ્ટીસ એન કોટીશ્વર સિંહ અને માલાશ્રી નંદીની ખંડપીઠ ફરીદાબેગમ દ્વારા કરાયેલ એક અરજીની સુનાવણી કરી રહી હતી. ફરીદાબેગમે પોતાના આવાસ બાબતે જે કાગળો દેખાડયા હતા તેનાથી રાજય પ્રશાસન સંતુષ્ઠ નહોતું અને ત્યારપછી તેને ફોરેનર ટ્રીબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરાઇ હતી. ફરીદાબેગમે ટ્રીબ્યુનલના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
અદાલતમાં કહેવાયું હતું કે અરજદારના સ્કૂલ રેકોર્ડમાં તેનું પેટ નામ નોંધાયેલું છે જેના કારણે તેને વિદેશી જાહેર કરવામાં આવી છે પણ કોર્ટે આ વાતને તેને વિદેશી જાહેર કરવા માટેનો આધાર નહોતો માન્યો. કેમ કે અરજદાર દ્વારા દેખાડવામાં આવેલ અન્ય કાગળોમાં તેના ભારતીય નાગરીક હોવાની પુષ્ટિ થતી હતી.
જજોએ કહ્યું કે એ રાજની જવાબદારી છે તે નાગરીકના અલગ-અલગ સર્પોર્ટીગ ડોકયુમેન્ટસ જોવે. હાઇકોર્ટે કહ્યું કે આવા કેસોની સંખ્યા બહુ વધી રહી છે અને સરકાર આ બાબતે પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી.

 

(2:39 pm IST)