મુખ્ય સમાચાર
News of Wednesday, 5th January 2022

ઈડીથી બચવા,કોંગ્રેસને વેચે,પંજાબને વેચે છે,વેપાર કરવા દુશ્મનો સાથે હાથ મિલાવે તો એ કેપ્ટન નથી,દેશદ્રોહી છે : નવજોતસિંહ સિદ્ધુ

સિદ્ધુએ કહ્યું કે જો મેં કોઈ કૌભાંડ કર્યું હોત તો EDએ રેડ પાડી દીધી હોત. તેથી જ સિદ્ધુ ખુલીને બોલે છે.

નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુએ રાજકારણમાં તેમના કટ્ટર હરીફ કેપ્ટન અમરિંદર સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. એનડીટીવી સાથેની વાતચીત દરમિયાન કેટલાક પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે, જ્યારે તમારો કેપ્ટન વિરોધીઓના હાથની કઠપૂતળી બની જાય છે, જ્યારે તે પોતાનો જીવ બચાવવા માટે જકરંદા ટ્રસ્ટથી બચવા, ઈડીથી બચવા, કોંગ્રેસને વેચે, પંજાબને વેચે છે, વેપાર કરવા માટે જેણે પોતાના દુશ્મનો સાથે હાથ મિલાવીને 75-25 રમ્યા… તો તે કેપ્ટન-કેપ્ટન નથી, તે દેશદ્રોહી છે.”

નવજોત સિંહ સિદ્ધુએ સત્તા છોડી છે, કોઈએ સરપંચી છોડી છે તો જણાવો. કેપ્ટન વેચાયેલ માણસ છે. ગોદી મીડિયાના ખોળામાં બેસીને બૂમો પાડે છે, બંગાળમાં પણ શું થયું તે બધા જાણે છે. સિદ્ધુએ કહ્યું કે જો મેં કોઈ કૌભાંડ કર્યું હોત તો EDએ રેડ પાડી દીધી હોત. તેથી જ સિદ્ધુ ખુલીને બોલે છે.

પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે સિદ્ધુએ કહ્યું કે, પંજાબની જનતા નક્કી કરશે કે ધરતી પુત્ર કોણ હશે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેમને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીમાં પૂરો વિશ્વાસ છે. તેમણે રાહુલ ગાંધીને 24 કેરેટ શુદ્ધ સોનું ગણાવ્યું અને એમ પણ કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ દરેક પરીક્ષામાં દોષરહિત ઉતરશે.

(12:00 am IST)