મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ભારતમાં ૧૩ જાન્યુઆરીએ પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવશે ?

નવી દિલ્હી: નોર્થ બ્લોકના વર્તુળોને ટાંકીને ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ ૧૩ જાન્યુઆરીએ આપવામાં આવે તેવી શક્યતા છે. દરમિયાન મલયાલમ મનોરમ અખબારનો અહેવાલ જણાવે છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોવિડ રસી દેશમાં 13 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોવિડ રસી તાત્કાલિક મંજૂરી મળ્યાના દસ દિવસમાં વિતરણ માટે રાજ્યોમાં મોકલવામાં આવશે.  તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં કોવિડ રસીકરણ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત હવે  કરશે.

(11:39 pm IST)