મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ કહ્યું કે, 'મને ઝેર આપવામાં આવ્યું હતું': ફેસબુક પોસ્ટમાં કર્યો દાવો

પ્રમોશન ઇન્ટરવ્યૂના સમયે નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું !!

નવી દિલ્હી : ઈસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ દાવો કર્યો કે, તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને પ્રમોશન ઇન્ટરવ્યૂના સમયે આપવામાં આવેલ નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. જેના કારણે તેમને 30થી 40 ટકા બ્લડ લૉસ થયું હતું

તપન મિશ્રાને એનલ બ્લીડિંગ થઇ રહ્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ખુબ મુશ્કેલીથી તેમનો જીવ બચ્યો હતો. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે.

તપન મિશ્રાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પોતાના ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઘર પર જે આર્સેનિક આપે છે, તે ઑર્ગેનિક હોય છે. જે ઝેર તેમને આપવામાં આવ્યું હતું તે એક ઇનરવેરિક ઑર્સેનિક છે. આ પાણીમાં નથી ભળતું. આ એક પ્રકારનું ક્રિસ્ટલ હોય છે. જેના કારણે મૉલીક્યૂલર એક્સપેન્શન હોય છે. આ ખુબજ દુર્લભ હોય છે. તેનું 1 ગ્રામ કાફી હોય છે, કોઇ માણસને મારવા માટે. મને શંકા છે કે મને ઝેર આપવામાં આવ્યું હતું. હું ઇચ્છું છું કે આની તપાસ કરવામાં આવે. મે કોઇને ફરિયાદ નથી કરી. હું કોઇને મળી નથી શકતો.

(11:34 pm IST)