મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટનો આદેશ : હિન્દૂ સંતની સમાધિનું પુન :નિર્માણ શરૂ કરો

ઐતિહાસિક સમાધિને સ્થાનિક લોકોની એક નારાજ ભીડે હટાવી દીધી હતી.

નવી દિલ્હી : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બે સપ્તાહની અંદર હિન્દૂ સંતની સમાધિનું પુનનિર્માણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેના સાથે જ ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતની સરકારને કોર્ટમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે હાલમાં જ ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના કરક જિલ્લામાં હિન્દૂ સંત શ્રી પરમ હંસજી મહારાજની ઐતિહાસિક સમાધિને સ્થાનિક લોકોની એક નારાજ ભીડે હટાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે આ ઘટનાને સ્વત: સંજ્ઞાત લઈને મંગળવારે આની સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગુલઝાર અહેમદની આગેવાનીમાં ત્રણ સભ્યોની બેન્ચે કેસની સુનાવણી કરી હતી

પોલીસ આઈજી સનાઉલ્લાહ અબ્બાસી અને ખેબર પખ્તૂનખ્વાહ પ્રાંતતના મુખ્ય સચિવ ડોક્ટર કાઝીમ નિયાઝ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર હતા.

પોલીસના આઈજી સનાઉલ્લાહ અબ્બાસીએ કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધી 92 પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એસપી અને ડીએસપી પણ સામેલ છે.

આ ઘટનાને અંજામ આપનાર 109 લોકોની ધરપકડ કરવામાં પણ આવી છે. ઘટના સ્થળ પાસે એક સૌ પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદે કહ્યું કે, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા પૂરતા નથી. ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદે કહ્યું કે, સરકારના આદેશનું કોઈપણ સ્થિતિમાં પાલન થવું જોઈએ. આ ઘટનાએ પાકિસ્તાનની છબિને દુનિયાભરમાં ખરાબ કરી છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયાની અંદર સમાધિને ફરીથી બનાવવા કામ શરૂ કરવાનો આદેશ આપ્યો. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્માણ કાર્ય માટે પૈસા મૌવી શરીફ અને તેમની ગેંગ પાસેથી વસૂલવાની વાત કરી છે.

ખૈબર પખ્તૂનખ્વાહ ઈવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના ચેરમેને કોર્ટને જણાવ્યું કે, સમાધિની દેખરેખ હિન્દુ સમુદાય તરફથી કરવામાં આવે છે અને તેની આસપાસ કોઈ હિન્દૂ આબાદી નથી તે આ સમાધિ બંધ પડી છે અને કોઈ બોર્ડ સ્ટાફ અહીં નિયુક્ત કરવામાં આવ્યો નથી

(10:52 pm IST)