મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

અલીબાબાના સંસ્થાપક માને અજ્ઞાત સ્થળે નજર કેદ કરાયાનો અખબારનો દાવો

અલીબાબાના સ્થાપકને લઈને અટકળોનું બજાર ગરમ : અલીબાબાના સંસ્થાપકજેક માએ વૈશ્વિક બેન્કિંગ નિયમોને 'વૃદ્ધ લોકોની કલબ ગણાવતા ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી ઊઠી

બેઈજિંગ, તા. ૫ : ચીનના સૌથી ચર્ચિત બિઝનેસમેન જેક મા છેલ્લાં બે મહિનાથી દેખાયા નથી. અલીબાબાના સંસ્થાપક અને ચીનના ત્રીજા સૌથી મોટા અબજોપતિ જેક મા પોતાના રિઅલટી ટીવી શોમાં પણ દેખાતા નથી અને તેમણે જજની ભૂમિકામાંથી પણ હટાવી દીધા છે. દુનિયાભરમાં જેક માને લઇ અટકળોનું બજાર ગરમ છે. આ બધાની વચ્ચે ચીનના સરકારી અખબાર પીપુલ્સ ડેઈલી એ જેક માની હાજરીને લઇ મોટા સંકેત આપ્યા છે.

પીપુલ્સ ડેઈલી એ કહ્યું કે જેક માને હવે એક અજ્ઞાત સ્થાન પર 'નજરકેદલ્લ કરાયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય જેક માને સરકારે સલાહ આપી છે કે તેઓ દેશ છોડશે નહીં. કહેવાય છે કે જેક માની આ દુર્દશાની પાછળ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેનો તેમનો વિવાદ અને તેમની કંપની અલી પેને લઇને થયો છે. અલી પેની સ્થાપના જેક મા એ ૨૦ વર્ષ પહેલાં કરી હતી. આ દુનિયાનું સૌથી મોટું મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ અને ૭૩ કરોડ લોકો તેના યુઝર છે.

ચીનના સરકારી અખબારે ગયા વર્ષે નવેમ્બરમાં જ કહી દીધું હતું કે હવે કોઇપણ 'જેક મા કાળલ્લ હશે નહીં. પીપુલ્સ ડેલી એ લખ્યું હતું કે જેક મા બુદ્ધિમાન છે પરંતુ રાષ્ટ્રીય નીતિઓના સમર્થન વગર તેમની કંપની ટ્રિલિયન ડોલરનું બિઝનેસ સામ્રાજય બની શકયું ના હોત અને આજે જેક માનો ના તો કોઇ પ્રભાવ છે અને ના તો તેમની લોકપ્રિયતા છે.

અખબારે અલીબાબાના સંસ્થાપક પર કટાક્ષ કરતાં કહ્યું કે એન્ટ ગ્રૂપનો આઇપીઓ સસ્પેન્ડ થવાથી પૈસાને નાપસંદ કરનારલ્લ જેક મા દુનિયાના સૌથી ધનિક શખ્સ બનતા-બનતા રહી ગયા. પીપુલ્સ ડેલીએ કહ્યું કે આઇપીઓ સસ્પેન્ડ થતા જેક માની લોકપ્રિયતા પણ રાતોરાત રસાતળમાં જતી રહી. જેક હવે લોકોના દિલમાં લોહી ચૂસનાર થઇ ગયા છે. એશિયા ટાઇમ્સના રિપોર્ટ અનુસાર જેક માને જ માત્ર નજરકેદ કરાયા નથી. ચીનની બીજા ચર્ચિત અબજોપતિ બિઝનેસ મેન લિયૂ કિઆંગડોંગ ઘણા સમયથી જાહેરમાં દેખાયા નથી. લિયૂ કિઆંગડોંગ ચીનની વિશાળ કંપની જેડી.કોમનું નેતૃત્વ કરે છે. કંપનીએ અત્યાર સુધીમાં બે વખત માફી માંગી છે. જેક મા એ ચીનના 'વ્યાજખોરલ્લ નાણાંકીય નિયામકો અને સરકારી બેક્નોનું ગયા વર્ષે ઑક્ટોબરમાં શાંઘાઇમાં ભાષણ આપતા આલચોના કરી હતી. દુનિયાભરમાં કરોડો લોકોના આદર્શ રહી ચૂકેલા જેક મા એ સરકારને આહ્વાન કર્યું હતું કે એવી સિસ્ટમમાં ફેરફાર કરો જે 'બિઝનેસમાં નવી વસ્તુ શરૂ કરવાના પ્રયાસના દબાણનોલ્લ પ્રયાસ કરે. તેમને વૈશ્વિક બેક્નિંગ નિયમોને 'વૃદ્ધ લોકોની કલબલ્લ ગણાવી હતી. આ ભાષણ બાદ ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી ઉઠી હતી. જેક માની આલોચનાને કોમ્યુનિસ્ટ પાર્ટી પર હુમલા તરીકે લીધી. ત્યારબાદ જેક માના ખરાબ દિવસો શરૂ થયા અને તેમના બિઝનેસની વિરૂદ્ધ અસાધારણ પ્રતિબંધ મૂકાવાનું શરૂ કરી દીધું.

(9:25 pm IST)