મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

આજ 5 જાન્યુઆરીના રોજ યોજાનારી જ્યોર્જિયા સેનેટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારો નિર્ણાયક ભાગ ભજવશે : સાઉથ એશિયન ફોર બિડન તથા AAPI વિકટરી ફંડ દ્વારા 3 જાન્યુઆરીના રોજ યોજાયેલી રેલીને ભારે પ્રતિસાદ

જ્યોર્જિયા : આજ 5 જાન્યુઆરીના રોજ જ્યોર્જિયા સેનેટની આખરી ચૂંટણી યોજાવાની છે.જેમાં ડેમોક્રેટ ઉમેદવારને જીતાડવામાં ઇન્ડિયન અમેરિકન મતદારો નિર્ણાયક ભાગ ભજવશે.

ચૂંટણી અનુસંધાને સાઉથ એશિયન ફોર બિડન તથા AAPI વિકટરી ફંડ દ્વારા 3 જાન્યુઆરીના રોજ રેલીનું આયોજન કરાયું હતું.જેને ભારે પ્રતિસાદ મળ્યો હતો.

રેલી દરમિયાન એક્ટર મનીષ દયાલે જણાવ્યા મુજબ જ્યોર્જિયામાં 1 લાખ 50 હાજર જેટલા એશિયન અમેરિકન મતદારો નિર્ણાયક ભાગ ભજવશે તથા ડેમોક્રેટિક ઉમેદવારને વિજયી બનાવશે.

આ અગાઉ 18 ડિસેમ્બરના રોજ પણ રેલીનું આયોજન કરાયું હતું.જેમાં ડેમોક્રેટ ઉમેદવારના સમર્થન માટે શ્રી પ્રીત ભરારા ,શ્રી ખિજર ખાન ,સુશ્રી રેશ્મા સોજાની ,સુશ્રી સોનલ શાહ ,શ્રી રિઝવાન મનજી ,શ્રી નિક ડોડાની ,શ્રી રાજીવ સત્યાલ ,શ્રી સરયૂ બ્લ્યુ ,સુશ્રી અંજલિ તનેજા ,તથા સેનેટના ડેમોક્રેટ ઉમેદવાર જોસ ઓસોફ જોડાયા હતા.

 

(7:40 pm IST)