મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો હવે આંદોલન વધુ વેગવંતુ બનાવવાના મુડમાં: 26મી જાન્‍યુઆરીએ દિલ્‍હી અને દેશના જુદા-જુદા ભાગોમાં ટ્રેકટર રેલી કાઢવાની ચિમકીઃ મહિલાઓને ટ્રેકટર ચલાવતા શીખવાડવાની તાલીમ

નવી દિલ્હી: કેન્દ્રના કૃષિ કાયદાને લઇને ખેડૂત અને સરકારની સાતમા તબક્કાની બેઠકનું કોઇ પરિણામ આવ્યુ નથી. સોમવારની બેઠકમાં કોઇ પરિણામ ના આવ્યા બાદ હવે ખેડૂત આંદોલનને ઝડપી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોએ 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગમાં ટ્રેક્ટર રેલી કાઢવાની ધમકી આપી છે. હરિયાણાના જીંદમાં 26 જાન્યુઆરીએ વિશાળ ખેડૂત પરેડના નેતૃત્વના કેટલાક અઠવાડિયા પહેલા મહિલાઓને ટ્રેક્ટર ચલાવતા જોઇ શકાય છે.

પ્રદર્શનકારી ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરનારા ખેડૂત સંગઠનોમાંથી એક ભારતીય કિસાન યૂનિયન (BKU) માર્ચની આગેવાની કરવા માટે આ મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખેડૂત સંગઠન દ્વારા 500થી વધુ મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કાલે, તે હરિયાણામાં કુંડલી-માનેસર-પલવલ પર રેલી કાઢશે.

હરિયાણાના જીંદમાં મહિલાઓને ટ્રેક્ટર ચલાવતા અને અન્ય ખેડૂતોને તેમની પાછળ નારા લગાવતા જોઇ શકાય છે. એક ખેડૂત નેતાએ મહિલાઓને ટ્રેક્ટર ચલાવતા કહ્યુ, “આ તો માત્ર એક ટ્રેલર છે. કાલે કુંડલી-માનેસર-પલવલ રાજમાર્ગ પર પુરી ફિલ્મ જોઇ શકાય છે.

કડકડતી ઠંડી, વરસાદ અને જળ ભરાવની સ્થિતિમાં પણ ખેડૂત વિવાદિત કૃષિ કાયદાને પરત લેવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની કાયદાની ગેરંટીની પોતાની માંગને લઇને દિલ્હી સાથે જોડાયેલી સરહદો પર ઉભા છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સોમવારે સાતમા તબક્કાની ચર્ચાનું કોઇ પરિણામ આવ્યુ નહતું. ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ આ કાયદાને પુરી રીતે રદ કરવાની માંગ પર અડગ છે. જ્યારે સરકાર કાયદાની ખામીઓ ધરાવતા બિન્દુઓ અથવા તેમના અન્ય વિકલ્પો પર ચર્ચા કરવા માંગી રહી હતી. બન્ને વચ્ચે હવે આઠ જાન્યુઆરીએ ચર્ચા થશે.

બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વાત કરતા આગામી બેઠકમાં સકારાત્મક વાર્તા થવા અને સમાધાન નીકળવાની આશા વ્યક્ત કરી છે, સાથે એમ પણ કહ્યુ કે સમાધાન પર પહોચવા માટે બન્ને પક્ષ તરફથી પ્રયાસ કરવા જોઇએ.

40 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂતો

કડકડતી ઠંડીમાં વિવિધ રાજ્યના ખેડૂત દિલ્હી સાથે જોડાયેલી સરહદો પર છેલ્લા 40 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂત પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, જે બાદ દિલ્હી શિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ સમિતીએ શહેરના સિંધૂ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વરસાદથી બચાવવા માટે તંબુઓમાં અસ્થાયી ઉંચી પથારી આપી છે.

(5:07 pm IST)