મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

અયોધ્‍યામાં શ્રીરામ મંદિર જમીનની નીચે રેતી અને કેટલોક જુનો કાટમાળ હોવાથી હજુ સુધી પાયાનું કામ શરૂ ન કરાયુઃ જાન્‍યુઆરીના અંત સુધીમાં કામગીરી શરૂ થવાની શક્‍યતા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા ટ્રસ્ટે રવિવારે જણાવ્યું કે, મંદિરના પાયાનું કામ જાન્યુઆરીના અંત સુધીમાં ચાલું થઈ જશે.

ટ્રસ્ટે જણાવ્યું છે કે, માટીના પરિક્ષણનું કામ પાછલા સાત મહિના પછી પણ હજું સુધી પૂર્ણ થયું નથી.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામ મંદિરના નિર્માણનું કાર્ય શૂ થયાના દિવસથી 36-39 મહિનામાં પૂર્ણ થઈ જશે.

ચંપત રાયે રવિવારે કાનપુરમાં આયોજિત એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું, “મને આશા છે કે, નિર્માણ કાર્ય જૂનમાં શરૂ થઈ જશે પરંતુ માટીનું અધ્યન સાત મહિના બાદ પણ પૂર્ણ થયું નથી. પરિણામ મેચ થઈ શક્યા નથી. જમીનની નીચે રેત અને કેટલોક જૂનો કાટમાળ પડેલો છે.

તેમને તે પણ કહ્યું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ નિર્માણ સ્થળ નીચે સરયૂ નદીની એક ધારાની તસવીર પણ મોકલી હતી.

માટીનું પ્રથમ પરીક્ષણ ફેબ્રુઆરી 2020માં થયું હતું. ચંપત રાયે ભાર આપ્યું કે, સ્પષ્ટ પરિણામ આવ્યા પછી જ પાયાની ઈટ રાખવાનું કામ શરૂ કરવામાં આવશે.

ટ્રસ્ટ ઉતરાયણથી મંદિરના કામ માટે એક જન સંપર્ક અને યોગદાન અભિયાન શરૂ કરશે. તેમને જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદના ચાર લાખથી વધારે કાર્યકર્તાઓને ચંદો ઉઘરાવવાનું કામ સોંપવામાં આવ્યો છે. માટીના પરીક્ષણનું કામ વધારે લાંબુ ચાલવાના કારણે રામ મંદિર બનાવવાની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે.

માટી પરીક્ષણનું કામ પૂર્ણ થતાની સાથે જ જાન્યુઆરીના અંત સુધીમાં રામ મંદિરના પાયાનું કામ શરૂ કરી દેવામાં આવશે. તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

(5:06 pm IST)