મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ઓડીશાથી હીસાર જતા ટ્રકમાંથી કરોડોનો ગાંજો પકડાયો

ગુરૂગ્રામ તા. પ : નશાના ગેરકાયદેસર કારોબાર ઉપર પ્રહાર કરતા ગુરૂગ્રામ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક ટ્રકને પકડયો છે. જેમાં કરોડો રૂપિયાનો ગાંજો ભરાયેલો હતો. પોલીસ પુછતાછમાં આરોપીઓએ ખુલાસો કરેલ કે આ ખેપ ઓડીશાથી લઇને આવેલ અને હિસારના ઉકલાનામાં પહોંચાડવાનું હતું.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની પુછપરછ હજી ચાલુ જ છે નશાના ધંધામાં હજુ વધુ અપરાધીઓની તપાસ કરાઇ રહી છે. નશીલા પદાર્થ રાખવા અને  વેચનાર વિરૂદ્ધ શિકંજો કસાઇ રહ્યો છે. ઘણીવાર ગેરકાયદેસર રૂપે સપ્લાય કરેલ ગાંજો દારૂ વગેરે પકડયું છે. આ વખતે મોટી સફળતા મળી છે. પચગામ ચોક ઉપર એક ટ્રકની જડતી કરાતા કોથળા ભરેલા હતા. કોથળા વચ્ચે તપાસ કરતા છુપાવાયેલ ગાંજો મળેલ પોલીસે ટ્રક ચાલક, કલીનર સહીત મુદામાલ કબજે કરેલ.

પુછપરછ દરમ્યાન આરોપીઓએ જણાવેલ કે તેમણે પોલીસને ચકમો આપવા બિનૌલેમાં ગાંજો સંતાડયો હતો. જેથી ચેકીંગમાં ગાંજો ન દેખાઇ જો કે પોલીસની ઝીણવટભરી તપાસથી ગાંજો પકડાઇ ગયો હતો.

(3:11 pm IST)