મુખ્ય સમાચાર
News of Sunday, 5th January 2020

જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (JNU)માં ફરી વિધ્યાર્થીઓ વચ્ચે થયું ઘર્ષણ : બુકાનીધારી લોકોએ કર્યો વિદ્યાર્થીઓ અને ટીચર્સ ઉપર હુમલો : 12થી વધુ ઘાયલ વિદ્યાર્થીઓને કરાયા એમ્સમાં દાખલ : કેમ્પસમાં મચી અફરાતફરી

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (JNU)માં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓના એક ગ્રૂપના કેટલાક બુકાનીધારી લોકોએ રોડ અને ડંડો માર્યો હતો. જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલ.ય સંઘના અધ્યક્ષ આઈશી ઘોષે જણાવ્યું કે તેમના ઉપર હુમલો થયો હતો. ઘોષે કહ્યું કે, ગુંડાઓએ બુકાની બાંધીને મારા ઉપર હુમલો કર્યો હતો. મારું લોહી વહી રહ્યું છે. મને ખરાબ રીતે મારવામાં આવી હતી. આ હિંસામાં ઘાયલ 15થી વધારે વિદ્યાર્થીઓ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

             વિદ્યાર્થીઓ સાથે થયેલી આ પ્રકારની હિંસા પછી કેટલા વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠાં થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી અનિલ બૈજલ સાથે આ અંગે વાતચીત કરી હતી. કેજરીવાલે ટ્વીટ કરીને જાનકારી આપી હતી. કેજરીવાલે લખ્યું હતું કે, મેં એલજી સાથે વાત કરી અને તેમણે શાંતિ સ્થાપવા માટે તરત આદેશ રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે આ ઘટનાને ધ્યાન રાખી રહ્યા છે. બધા જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.


           લેફ્ટના વિચારધારાના સમર્થક વિદ્યાર્થીઓનો આરોપ છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) બુકાનીધારી લોકોએ હુમલો કર્યો છે. અત્યાર સુધી હુમલાવરોની ઓળખ થઈ નથી. આ ઘટના ક્રમ ઉપર દિલ્હી પોલીસે કહ્યું હતું કે, હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

           વિદ્યાર્થી સંઘે આરોપ લગાવ્યો છે કે, એબીવીપી એ વિદ્યાર્થી ઉપર હુમલો કરી રહ્યો છે જે જેએનયુમાં મોટી સંખ્યામાં ફી વધારાના વિરોધમાં શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે. આ ઘટના ઉપર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જેએનયુમાં થયેલી હિંસા અંગે જાણીને હું હેરાન છું. વિદ્યાર્થીઓ ઉપર ગંભીર હુમલો થયો છે. પોલીસને તરત હિંસા રોકવી જોઈએ અને શાંતિ સ્થાપવી જોઈએ.

          બીજી તરફ સીતામ યેચુરીએ કહ્યું કે, જેએનયુમાં આવી હિંસા ક્યારે પણ થઈ નથી. પોલીસ આ અંગે દખલ કેમ નથી કરી. જો માસ્ક પહેરેલા લોકો આ પ્રકારે યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસીને વિદ્યાર્થીઓને મારે તો શું થશે. વીસી અને વિશ્વવિદ્યાલન પ્રશાસન શું કરી રહ્યું છે.

(10:51 pm IST)