રવિવારે વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ : સૌથી પહેલા બેઈજિંગમાં જોવા મળશે ;ભારતમાં નહીં દેખાઈ
સૂર્યોદય થતા પહેલા વેસ્ટર્નમોસ્ટ આઈલેન્ડમાં જોવા મળશે :સૂર્યગ્રહણ ચીન,કોરિયન દ્વિપકલ્પ,જાપાન,સાયબીરિયા,રશિયા,સહીત ભાગમાં જોવાશે
નવી દિલ્હી :વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ 6 જાન્યુઆરી એટલે કે રવિવારે જોવા મળશે કાલે અવકાશી દ્રશ્યો નિહાળવાનો આ વર્ષનો પહેલો અવસર હશે જ્યા કુદરતી દ્રશ્યની મજા માણી શકાશે રવિવારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું પક્ષ-જોડાણ ખૂબ જ ચોક્કસ નહિં હોય જેથી આ સૂર્યગ્રહણ આંશિક હશે,પરિણામ સ્વરૂપ ચંદ્ર સૂર્યને પૂર્ણ રૂપે નહિં ઢાંકે. જો કે ભારતીયો 2019ના આ પહેલા સૂર્યગ્રહણને નિહાળવાનો લાભ નહિ ઉઠાવી શકે.
આ સૂર્યગ્રહણ ચીન, કોરિયન દ્વીપકલ્પ, જાપાન, સાયબિરિયાના અમુક વિસ્તાર, રશિયા, પ્રશાંત મહાસાગર સહિત ઉત્તર-પૂર્વ એશિયાના અમુક ભાગમાં જોવા મળશે. અંદાજીત પાંચ કલાક સુધી આ ગ્રહણ લાગશે, જે વહેલી સવારે 5 વાગ્યેથી સવારના 9 વાગ્યા સુધી રહેશે. જો કે બદનસીબે આ ગ્રહણ ભારતમાં નહિ જોઈ શકાય
. સૌથી પહેલા આ સૂર્યગ્રહણ બેઈજિંગમાં જોવા મળશે જે ધીરે-ધીરે નોર્થીસ્ટથી અલાસ્કા તરફ ખસશે, જ્યાં સૂર્યોદય થતા પહેલા વેસ્ટર્નમોસ્ટ આઈલેન્ડમાં આ ગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રણના માર્ગ વિશે વધુ જાણવા માટે નાસાએ ગૂગલ મેપનો ઉપયોગ કરી ઇન્ટરેક્ટિવ એક્લીપ્સ પાથ બનાવ્યો છે. ગ્રહણના વિસ્તારમાંથી આ આંશિક સૂર્ગ્રહણ જોઈ શકાશે પણ ગ્રહણ નિહાળવા માટે આંખોની સૂરક્ષા જળવાય રહે તે કાળજી રાખવી જરૂરી છે.