મુખ્ય સમાચાર
News of Saturday, 4th December 2021

એમએસપી પરની કમિટીમાં પાંચ ખેડૂત નેતાનો સમાવેશ

કૃષિ કાયદો પરત લીધા બાદ હવે MSPનો મુદ્દો ચર્ચામાં : પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના કિસાન સંગઠનો તરફથી અનેક નામો પર વિચાર કરાયો

નવી દિલ્હી, તા. : કૃષિ કાયદો પરત લીધા બાદ હવે એમએસપીનો મુદ્દો ઘણા દિવસથી ચર્ચામાં છે. તેવામાં કેન્દ્ર સરકારે એમએસપી પર બનનારી કમિટી માટે પાંચ નામ કિસાન સંગઠનો પાસે માંગ્યા હતા. આજે સંયુક્ત કિસાન મોર્ચાની મળેલી બેઠકમાં પાંચ નામ નક્કી કરવામાં આવ્યા છે. કિસાન સંગઠનોએ એમએસપી પર ચર્ચા માટે અશોક ધાવલે, ગુર નામ ચડ્ઢની, યુદ્ધવીર સિંહ, શિવ કુમાર શર્મા ઉર્ફે કક્કા અને બલવીર સિંહ રાજેવાલનું નામ નક્કી કર્યુ છે.

તમને જણાવી દઈએ કે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કિસાન સંગઠનો તરફથી અનેક નામો પર વિચાર કરવામાં આવ્યો હતોકિસાનોની નારાજગી બાદ કેન્દ્ર સરકારે ત્રણેય કાયદા પરત લઈ લીધા છે. પરંતુ સરકારે કિસાનોને તે કહ્યું કે, હવે કાયદા પરત લઈ લીધા છે તો આંદોલન સમાપ્ત કરી દો. તો કિસાન નેતા કહી રહ્યાં છે કે આંદોલન ત્યારે સમાપ્ત થશે જ્યારે સરકાર એમએસપી પર કાયદો બનાવશે. ત્યારબાદ સરકાર કમિટી બનાવી એમએસપી પર ચર્ચા કરવા તૈયાર છેશનિવારે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થઈ જેમાં સરકાર સાથે એમએસપી પર ચર્ચા કરવા માટે પાંચ નામ નક્કી કર્યા છે. કિસાન નેતાઓ અનુસાર હાલ એમએસપીને સપોર્ટ કરવાને કારણે કિસાન પરેશાન થાય છે. તેણે આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. કારણે સરકાર કિસાનોનું હિત ઈચ્છે છે તો એમએસપી પર જલદી કાયદો બનાવી આર્થિક સ્થિતિને સુધારે.

(7:19 pm IST)