મુખ્ય સમાચાર
News of Saturday, 4th December 2021

પેટ્રોલ-ડીઝલ-ઈલેકિટ્રસિટી-સીએનજીથી નહિ પણ હાઈડ્રોજનથી ચાલે છે કેન્દ્રીય મંત્રીની નવી કાર

લોકોને વિશ્વાસ થઈ શકે કે કાર હાઈડ્રોજન પર ચાલી શકે છે એટલે હું તેને દિલ્હીમાં ફેરવીશૅંગડકરી

નવી દિલ્હી, તા.૪ : ઈંધણનો બીજા વિકલ્પોનું સમર્થન કરનારા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પોતાના સેકટરમાં મોટું પગલું ભર્યુ છે. હાલમાં જ  તેમણે એક કામ ખરીદી છે. જે ન પેટ્રોલથી ચાલે છે અને ન ડીઝલથી  કે સીએનજીથી ચાલે છે. 

કેન્દ્રીય મંત્રીના આ નવા વાહનમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે જાણકારી આપી છે કે દિલ્હીમાં તેને ઉપયોગ કરશે. જેથી લોકોને વિશ્વાસ થઈ શકે કે કાર હાઈડ્રોજન પર કામ કરી શકે છે.

ગડકરી હંમેશા ભવિષ્યમાં પેટ્રોલ પર ઓછી નિર્ભરતાની વાત કરે છે. તે આ વાતની કલ્પના કરે છે કે ભારત પેટ્રોલ પર ઓછો નિર્ભર રહે. નાણા સમાવેશન પર છઠ્ઠા રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ગુરુવારે તેમણે કહ્યું કે મારી પાસે બસો, ટ્રકો અને કારોને ગ્રીન હાઈડ્રોજન પર ચલાવવાની યોજના છે, જે સીવેજના પાણી અને શહેરના કચરાથી તૈયાર થશે. તેમણે એમ પણ કહ્યું કે કચરાની કિંમત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ગાડીના ઉપયોગને લઈને તેમણે કહ્યું કે મે પાઈલોટ પ્રોજેકટમાં કાર ખરીદી છે. જે ફરીદાબાદ સ્થિત ઓઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં તૈયાર ગ્રીન હાઈડ્રોજન પર ચાલશે. હું લોકોને ભરોસો અપાવવા માટે તેને શહેરમાં ચલાવીશ. નવેમ્બરમાં એક ક્રાર્યક્રમમાં તેમણે કહ્યું હતુ કે તે આવતા ૨-૩ દિવસમાં કાર કંપનીઓ માટે ફરજિયાત રુપથી ફ્લેકસ ઈંધણ એન્જિન લાવવા આદેશ જારી કરશે. ફ્લેકસ ઈંધણ એન્જિનમાં એકથી વધારે ઈંધણોનો ઉપયોગ કરી શકાય.

ગડકરીએ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું છે કે ભારત દર વર્ષે ૮ લાખ કરોડ રુપિયાના પેટ્રોલિયમ ઉત્પાદોની આયાત કરે છે. જો ભારતની પેટ્રોલિયમ ઉત્પાદો પર નિર્ભરતા બનેલી રહે છે તો આવતા ૫ વર્ષમાં આયાત બિલ વધીને ૨૫ લાખ કરોડ રુપિયા પર પહોંચી જશે. તેમણે કહ્યું કે પેટ્રોલિયમ આયાતને ઓછી કરવા માટે આવનારા ૨-૩ દિવસમાં એક આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યો છું.

આ અંતર્ગત કાર નિર્માતાઓ માટે ફ્લેકસ- ઈંધણ લાવવું ફરજિયાત રહેશે. તેમણે જણાવ્યું કે ટોયોટા મોટર કોરપોરેશન, સુઝુકી અને હુન્ડેઈ મોટર ઈન્ડિયાના મુખ્ય અધિકારીઓએ પોતાના વાહનમાં ફ્લેકસ- ઈંધણ રજૂ કરવાનું આશ્વાસન આપ્યું છે.

(2:16 pm IST)