મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

અયોધ્યામાં બની રહેલ મસ્જિદના કામમાં સરકારના પ્રતિનિધિ રાખવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

નવી દિલ્હી : અયોધ્યામાં બનાવવામાં આવી રહેલ મસ્જિદના ટ્રસ્ટમાં ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનમાં સરકારના પ્રતિનિધિ રાખવાની માંગને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, પર્સનલ લો બોર્ડના અધિકારીઓની તાજેતરના રેટરિક જોતાં સભ્ય મુસ્લિમ હોઈ શકે છે, પરંતુ સરકારના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટમાં હોવુ જોઈએ.

 આ અરજી એડવોકેટ કરુણેશ શુક્લા દ્વારા કરવામાં આવી હતી. એડ્વોકેટ વિષ્ણુ જૈને અરજદાર વતી કહ્યું હતું કે, ' 9 નવેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને વકફ એક્ટ મુજબ સરકાર તમામ ધાર્મિક બાબતો માટે પોતાનુ પ્રતિનિધિત્વ નક્કી કરી શકે છે.' અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'મંદિરની જેમ, મસ્જિદ ટ્રસ્ટમાં પણ સરકારી પ્રતિનિધિઓ હોવા જોઈએ, જે સુન્ની મુસ્લિમ છે. જેનાથી મુલાકાતીઓની પ્રવૃત્તિ પર સરકારની નજર રહેશે અને શાંતિ સુનિશ્ચિત કરશે.'

અત્રે ઉલ્લેખનીય સુપ્રીમ કોર્ટની સૂચના પર, ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે એક પ્લોટ ફાળવ્યો છે. આના પર, મસ્જિદ અને અન્ય સુવિધાઓ બનાવવા માટે 15 -સદસ્યનુ ટ્રસ્ટ, ઈન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.

(10:34 pm IST)