મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

સેંસેક્સ ૪૪૬ પોઈન્ટ ઊછળી પ્રથમ વખત ૪૫ હજારને પાર

સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં જોરદાર તેજી : નિફ્ટી ૧૨૫ પોઈન્ટના ઊછાળાની સાથે ૧૩૨૫૮ પર બંધ, આઈઆરસીટીસીના શેરમાં ૧૪.૫૧ ટકા ઊછાળો

નવી દિલ્હી, તા. : સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટ ઊછળીને ૪૫૦૭૯ પર બંધ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન સેન્સેક્સ ૪૫૧૪૮ ની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે. નિફ્ટી ૧૨૫ અંક વધીને ૧૩૨૫૮ ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેક્ન, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ભારતી એરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર ટોચ લાભ લેનારામાં છે. રિલાયન્સ, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એચસીએલના શેર ટોચના નુકશાનમાં જનારા છે. આઈસીઆઈસીઆઈ બેક્નના શેરમાં . ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે રિલાયન્સમાં નજીવો .૮૬ ટકાનો ઘટાડો થયો હતો.

આજે આઈઆરસીટીસીના શેરમાં ૧૪.૫૧ ટકાનો ઉછાળો આવ્યો છે. સ્પાઇસ જેટના શેરમાં પણ ૧૦ ટકાનો વધારો થયો છે. અદાણી પાવરમાં ૧૦ ટકાનો, બેંક ઓફ મહારાષ્ટ્રમાં . ટકા અને મેક્સ હેલ્થકેરમાં . ટકાનો ઉછાળો નોંધાયો છે.

કોરોના રસી વિશેના સકારાત્મક સમાચારો અને યુ.એસ.માં અન્ય રાહત પેકેજની અપેક્ષા સાથે બજાર ધૂમ મચાવી રહ્યું છે. હાલમાં વિશ્વના તમામ શેર બજારોમાં તેજી જોવા મળી રહી છે. શેર બજાર સપ્તાહે બંધ થઈ ગયું છે. સપ્તાહે તમામ ક્ષેત્રમાં તેજી જોવા મળી છે. નિફ્ટી અને નિફ્ટી બેંક સતત પાંચમા સપ્તાહમાં તેજી સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી સ્મોલકેપ અને મિડકેપમાં પણ સતત પાંચમા સપ્તાહમાં તેજી જોવા મળી છે. માર્ચ લોથી નિફ્ટી ૫૦માં ૭૦ ટકાથી વધુની તેજી આવી છે.

(8:54 pm IST)