મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

બ્રહ્મપુત્ર નદી પર દેશનો સૌથી લાંબો 19.કી,મી,નો પુલ બનાવશે ભારત : વિયેતનામ-ભૂતાનને જોડશે

બ્રહ્મપુત્ર નદી પર ડેમ બાંધવાનો ચીનના પ્રોજેક્ટના જવાબરૂપે ભારત લાંબો બ્રિજ બાંધશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્ર નદી પર સૌથી લાંબો પુલ બાંધવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. દેશનો સૌથી લાંબો ૧૯ કિ.મીનો બ્રિજ ભૂતાન-વિએટનામને ભારત સાથે જોડશે. બ્રહ્મપુત્ર નદી પર ડેમ બાંધવાનો પ્રોજેક્ટ ચીને હાથ ધર્યો છે. ભારત અને બાંગ્લાદેશ સુધી પહોંચતું પાણી અટકાવી દેવાનું ચીને ષડયંત્ર રચ્યું છે, તેના જવાબરૂપે ભારત પણ બ્રહ્મપુત્ર નદી પર સૌથી લાંબો બ્રિજ બાંધશે.

મીડિયા અહેવાલ પ્રમાણે આ બ્રિજ ૧૯ કિ.મી જેટલો લાંબો હશે અને તે ભૂતાન-વિએટનામને પૂર્વોત્તર સાથે જોડશે. ટ્રાન્સ-એશિયાઈ કોરિડોરના સંદર્ભમાં આ બ્રિજ પાડોશી દેશો વચ્ચે સૌથી મોટું જોડાણ કરશે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે આ વિશાળ પરિયોજના માટે જાપાનની ટેકનિકલ મદદ મળશે. ચીનની વિસ્તારવાદી નીતિ સામે લડત આપવા માટે જાપાન-ભારત આ પ્રોજેક્ટના સંદર્ભમાં વ્યૂહાત્મક રીતે મ્યાંમાર, થાઈલેન્ડ, કંબોડિયા અને લાઓસને જોડશે.

આ બ્રિજના કારણે આસામના ધુબરીથી મેઘાલયની ફુલબારી જોડાઈ જશે. તેના કારણે રસ્તો ખૂબ જ ટૂંકો જઈ જશે. એટલું જ નહીં, ત્રિપુરા સુધી જવાનું સરળ બનશે. ચીને બ્રહ્મપુત્ર નદીમાં અરૃણાચલ પ્રદેશની નજીક વિશાળ ડેમ બાંધવાનો પ્રોજેક્ટ શરૃ કર્યો છે. ચીન ૬૦ ગીગાવોટ્સ વીજળી ઉત્પાદિત કરવા જેટલો મોટો ડેમ બાંધીને ભારતમાં આવતા બ્રહ્મપુત્રના પાણીના મોટા જથ્થાને અટકાવી દેવાની ફિરાકમાં છે.

(11:35 am IST)