મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

RBIની મોનીટરી પોલીસી

વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં: સસ્તી EMI માટે વધુ રાહ જોવી પડશે

હાલમાં રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે, કેશ રિઝર્વ રેશિયો ૩% અને બેંક રેટ ૪.૨૫% છે

નવી દિલ્હી, તા.૪: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની ઘોષણા કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસએ બેઠકના નિર્ણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. સૌની નજર એ વાત પર હતી કે શું RBI વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરે છે અને લોકોની EMI ઘટે છે કે નહીં. હાલમાં રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે, કેશ રિઝર્વ રેશિયો ૩% અને બેંક રેટ ૪.૨૫% છે.

 

RBIએ ડીસેમ્બરની મોનેટરી પોલિસીની સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. આ નિર્ણય મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતાં લેવામાં આવ્યો છે. રિટેલ ફુગાવો અત્યારના સમયમાં સંતોષજનક સ્તરની ઉપર છે. આ સતત ત્રીજી વાર છે જયારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસની અધ્યક્ષતાવાળી ૬ સભ્યોની પ્ભ્ઘ્એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ ૪%, રીવર્સ રેટો રેટ ૩.૩૫%, કેશ રિઝર્વ રેશિયો ૩% અને બેંક રેટ ૪.૨૫%ના સ્તરે બરકરાર છે.

અત્યાર સુધીમાં આટલો થયો દ્યટાડો- રિઝર્વ બેંકે કોરોના કાળ દરમિયાન રેપો રેટમાં ૧.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે. માર્ચથી અત્યાર સુધી રિવર્સ રેપો રેટમાં ૧.૫૫ ટકાનો ઘટાડો કર્યો છે. ૨૨ મેના રોજ રિવર્સ રેપો રેટ ૦.૪૦ ટકા ઘટાડીને ૩.૩૫ ટકા કરવામાં આવ્યો હતો. ૨૨ મે બાદ દરોમાં કોઈ ફેરફાર નથી થયો. રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર બરકરાર રહ્યો હતો.

એકસપર્ટ્સ મુજબ, ફુગાવો ઊંચો હોવાના કારણે રિઝર્વ બેંક નીતિગત દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી છેલ્લા અનેક મહિનાથી રિઝર્વ બેંકના સુવિધાજનક સ્તર ૪ ટકાથી ઉપર રહી છે.

GDPમાં રાહત

જોકે, જીડીપીના મોરચે થોડી રાહતની વાત છે. જુલાઈ-સપ્ટેમ્બરની આ નાણકીય વર્ષના કવાર્ટરમાં જીડીપીમાં ૭.૫ ટકાનો ઘટાડો આવ્યો છે, જે અનુમાનોથી ઓછો ટાડો છે. જૂનના પહેલા કવાર્ટરમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો દ્યટાડો આવ્યો હતો. રિઝર્વ બેંકે ઓકટોબરમાં રજૂ મોનેટરી પોલિસીની સમીક્ષામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વાસ્તવિક જીડીપી વૃદ્ઘિ દરમાં ૯.૫ ટકાના ઘટાડાનું અનુમાન છે.

(2:45 pm IST)