મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

મધરાત્રે ઉત્તરાખંડના પિથૌરાગઢ અને ઓડિશાના મયુરભંજ નજીક ભૂકંપના આંચકા: જાનહાની નથી

ઓડિશાના મયુરભંજમાં 2:13 મિનિટે 3.9ની તિવ્રતાનો અને ઉત્તરાખંડના પિથૌરાગઢમાં સવારે 3:10 કલાકે 2.6ની તીવ્રતાનો આંચકો

નવી દિલ્હી : મધરાત્રે ઉત્તરાખંડના પિથૌરાગઢ અને ઓડિશાના મયુરભંજ નજીક ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારના જાનમાલને નુક્સાનની કોઈ જાણકારી નથી મળી.

આ અંગે નેશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીના જણાવ્યા પ્રમાણે, ઓડિશાના મયુરભંજમાં 2:13 મિનિટે 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

જ્યારે નેપાળ સરહદ સાથે સંકળાયેલા ઉત્તરાખંડના પિથૌરાગઢમાં શુક્રવારે સવારે 3:10 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6ની નોંધવામાં આવી હતી. અહીં બે દિવસ પહેલા હરિદ્વાર નજીક પણ ભૂકંપના આંચકા આવ્યા હતા.

અગાઉ 16 નવેમ્બરની રાત્રે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. રાત્રે 11:30 કલાકે યમુનાઘાટીમાં ભૂંકપના તીવ્ર આચંકા અનુભવાયા હતા.

(9:44 am IST)